21 June, 2026 02:23 PM IST | London | Gujarati Mid-day Correspondent
બેન સ્ટોક્સ પાંચમા ક્રમે બૅટિંગ કરીને ૯૫ રન કરીને બોલ્ડ થયો હતો અને હેન્રી નિકોલ્સે ટેસ્ટ-કરીઅરની ૧૧મી સદી ફટકારી હતી.
ન્યુ ઝીલૅન્ડે ૫૭મી ઓવરમાં ૨૫૨-૩ના સ્કોર સાથે બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. કિવી ટીમ માટે હેન્રી નિકોલ્સે ૧૭૧ બૉલમાં ૧૨૧ રન, રચિન રવીન્દ્રએ ૯૯ બૉલમાં ૭૬ રન અને ડૅરિસ મિચલે ૧૦૮ બૉલમાં ૬૮ રન કર્યા હતા. અંગ્રેજ ટીમ માટે ફાસ્ટ બોલર્સ મૅથ્યુ ફિશર અને જોફ્રા આર્ચરે ૩-૩ વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે હાલમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપની મૅચ રમવાની શરૂઆત કરી છે. નાઇટક્લબ વિવાદને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાંથી બહાર થયેલા આ ઑલરાઉન્ડરે શાનદાર પ્રદર્શન કર્યું છે.
નૉર્થેમ્પ્ટનશર ૪૫૦ રને ઑલઆઉટ થયું ત્યારે બેન સ્ટોક્સે ફાસ્ટ બોલર તરીકે પચીસ ઓવરમાં ૮૦ રન આપીને એક વિકેટ લીધી હતી. ડરહમ ક્લબ માટે બેન સ્ટોક્સ પાંચમા ક્રમે બૅટિંગ કરીને ૧૮ ફોરની મદદથી ૧૧૮ બૉલમાં ૯૫ રન કરીને બોલ્ડ થયો હતો.