ત્રણ ભારતીય ક્રિકેટર્સે એક જ દિવસે ઊજવ્યો બર્થ-ડે

07 December, 2022 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ભારતના ત્રણ વર્તમાન ક્રિકેટરોનો જન્મદિન હતો

ટીમ ​ઇન્ડિયા સાથે શ્રેયસ ઐયર

ગઈ કાલે ભારતના ત્રણ વર્તમાન ક્રિકેટરોનો જન્મદિન હતો. રવીન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરીને કારણે થોડા મહિનાથી ટીમ ઇન્ડિયાની બહાર છે, પરંતુ ગઈ કાલે તેના માટે સેલિબ્રેશન ડે હતો. તેનો ૩૪મો જન્મદિન હતો અને તેણે પત્ની રીવાબા સાથે ઉજવણી કરી હતી.

જ્યારે શ્રેયસ ઐયરે બંગલાદેશની ટૂરમાં મીરપુરમાં સાથી-ખેલાડીઓ વચ્ચે કેક કટ કરી હતી. શ્રેયસ ૨૮ વર્ષનો થયો છે.

૨૯ વર્ષના થયેલા જસપ્રીત બુમરાહના ઇન્સ્ટાગ્રામ પર અગાઉ વાઇરલ ન થઈ હોય એવી તસવીરો ગઈ કાલે જોવા મળી હતી.

અગાઉની આ તસવીરો તેની બહેન જુહિકા તથા મમ્મી દલજિત સાથેની છે. બુમરાહે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ સંજના સાથે લગ્ન કર્યાં છે.

૬ ડિસેમ્બરની બર્થ-ડે ઇલેવન
૧    શ્રેયસ ઐયર
૨    કરુણ નાયર
૩    હૅરી ટ્રૅક્ટર
૪    ગ્લેન ફિલિપ્સ
૫    રવીન્દ્ર જાડેજા
૬    શ્રેયસ પ્રભુદેસાઈ
૭    ઍન્ડ્રયુ ફ્લિન્ટૉફ
૮    શોએબ ખાન
૯    શૉન ઇર્વિન
૧૦    જસપ્રીત બુમરાહ
૧૧    આર. પી. સિંહ

sports sports news cricket news indian cricket team jasprit bumrah ravindra jadeja shreyas iyer