BCCI એ દિનેશ કાર્તિકને શો કોઝ નોટીસ ફટકારી

07 September, 2019 05:30 PM IST  |  Mumbai

BCCI એ દિનેશ કાર્તિકને શો કોઝ નોટીસ ફટકારી

દિનેશ કાર્તિક

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી દિનેશ કાર્તિકને લઇને ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે દિનેશ કાર્તિકને શો કોઝ નોટીસ ફટકારી છે. મળી રહેલ માહિતી પ્રમાણે દિનેશ કાર્તિકે ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરતા નોટીસ ફટકારવામાં આવી છે. દિનેશ કાર્તિક કેરેબિયન પ્રીમિયર લીગમાં ભાગ લેતા બોર્ડે ફટકારી નોટીસ.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

કેરેબિયન પ્રીમિયર લીગમાં રમતા BCCI એ ફટકારી નોટીસ
BCCI એ તેને આ નોટિસ કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઈટ રાઈડર્સ(TKR) ના એક પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપવા બદલ મોકલી હતી. TKR શાહરૂખ ખાનની ટીમ છે. 34 વર્ષીય કાર્તિક TKRના ડ્રેસિંગ રૂમમાં પણ દેખાયો હતો. તે ઉપરાંત ઓપનિંગ મેચ વખતે પણ તે હાજર રહ્યો હતો.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

કાર્તિકે 7 દિવસની અંદર જવાબ આપવો પડશે
બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ તેને નોટિસ ફટકારતા કરતા પૂછ્યું હતું કે ટેરો એન્યુલ કોન્ટ્રેક્ટ રદ કેમ ન થવો જોઈએ? બોર્ડના અન્ય એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે કાર્તિકે આવું કર્યા પહેલા બોર્ડની પરવાનગી લેવાની જરૂર હતી. તે હજી પણ બોર્ડના કોન્ટ્રાકટડ ખેલાડીઓમાંથી એક છે. કાર્તિકે સાત દિવસની અંદર નોટિસનો જવાબ આપવો પડશે.

cricket news sports news dinesh karthik board of control for cricket in india