દ્ર​વિડના ભરોસાએ કરાવી અવેશ ખાનની વાપસી

19 June, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ૧૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી

અવેશ ખાન

ભારતીય ફાસ્ટ બોલર અવેશ ખાન પહેલી ત્રણ મૅચમાં વિકેટ ન મળવાને કારણે દબાણમાં હતો, પરંતુ કોચ રાહુલ દ્રવિડે તેના પર ભરોસો રાખતાં ચોથી મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જિતાડી હતી. તેણે ૧૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. શુક્રવારે મૅચ બાદ મીડિયા સાથે વાત કરતાં અવેશ ખાને કહ્યું કે ‘ચાર મૅચ છતાં ટીમમાં કોઈ ફેરફાર થયો નથી. કોચ દ્રવિડે તમામને પૂરતી તક આપી. મારા પર દબાણ હતું, પરંતુ ટીમ મૅનેજમેન્ટે મારા પર ભરોસો રાખ્યો. મારા પપ્પાનો બર્થ-ડે હોવાથી તેમને માટે પણ આ ગિફ્ટ હતી.’

મૅચની તૈયારી વિશે તેણે કહ્યું કે ‘જ્યારે અમે પહેલાં બૅ​ટિંગ કરીએ તો હું હંમેશાં બૅટર્સને પિચ વિશે પૂછું. મેં ગઈ કાલે ઈશાનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે રમવાનું સહેલું નથી. અસામાન્ય ઉછાળ હતો. સારી બોલિંગ કરવાનું મારા હાથમાં છે, વિકેટ લેવાનું નહીં. વળી આ પિચ પર ધીમો બૉલ પણ કારગત નહોતો નીવડતો એથી મેં ક્યારેક બાઉન્સરનો સહારો લીધો હતો.’

sports sports news cricket news india south africa rahul dravid