વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપની બાકી રહેલી મૅચમાંથી 'એલિસી પેરી' બહાર

04 March, 2020 12:12 PM IST  |  Sydney

વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપની બાકી રહેલી મૅચમાંથી 'એલિસી પેરી' બહાર

એલિસી પેરી

ઑસ્ટ્રેલિયન વુમન્સ ટીમને એક જબરદસ્ત ઝટકો લાગ્યો છે અને એ છે એલિસી પેરીનો. ટીમના શાનદાર પ્રદર્શન બાદ ઑસ્ટ્રેલિયન ટીમ વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આવતી કાલે એનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થવાનો છે. વાસ્તવમાં ન્યુ ઝીલૅન્ડ સામે સોમવારે રમાયેલી મૅચ વખતે એલિસીએ જમણા સ્નાયુ ખેંચાયા હોવાની ફરિયાદ કરી હતી. ન્યુ ઝીલૅન્ડના પ્લેયરને રનઆઉટ કરવા જતાં તેના સ્નાયુ ખેંચાયા હતા. આ સંદર્ભે વાત કરતાં ઑસ્ટ્રેલિયન ટીમના ડૉક્ટર પીપ ઇન્ગે કહ્યું કે ‘એલિસીને જમણા સ્નાયુઓમાં થયેલી ખેંચ હાઈ ગ્રેડની હોવાથી તે સિરીઝના અતિમહત્ત્વના પડાવ પર આવીને બાકીની ગેમ રમી નહીં શકે. અમે મૅનેજમેન્ટ સાથે વાત કરીને આ વિશેનો વિકલ્પ શોધી રહ્યા છીએ. એલિસી પણ જ્યાં સુધી બરાબર રિકવરી નહીં કરી લે ત્યાં સુધી અમે તેની સાથે રહીશું અને તેને સપોર્ટ કરતા રહીશું.’

indian womens cricket team womens world cup india australia