કમિન્સે વિચાર બદલ્યો, પીએમ કૅર્સ ફન્ડને બદલે યુનિસેફમાં કરશે ડોનેશન

04 May, 2021 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના પેસ બોલર અને કલકત્તામાં રમી રહેલા પૅટ કમિન્સે પીએસ કૅર્સ ફન્ડમાં ૫૦,૦૦૦ ડૉલરના ડોનેશનની જાહેરાત કરીને વાહવાહી મેળવી છે.

પૅટ કમિન્સ

ઑસ્ટ્રેલિયાના પેસ બોલર અને કલકત્તામાં રમી રહેલા પૅટ કમિન્સે પીએસ કૅર્સ ફન્ડમાં ૫૦,૦૦૦ ડૉલરના ડોનેશનની જાહેરાત કરીને વાહવાહી મેળવી છે. જોકે તેણે હવે છેલ્લી ઘડીએ યુટર્ન લેતાં યુનિસેફ ઑસ્ટ્રેલિયાના ઇન્ડિયા કોવિડ-19 ક્રાઇસિસ અપીલ ફન્ડમાં ડોનેશન કર્યું છે. ભારતને મદદ કરવા અનેક મોટી સંસ્થાઓ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પણ આગળ આવી હતી. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અસોસિએશન અને યુનિસેફ ઑસ્ટ્રેલિયાએ સાથે મળીને ભંડોળ એકત્ર કરવાની વાત કરી હતી જેનો ઉપયોગ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને અન્ય કામકાજ માટે વાપરવામાં આવશે. કમિન્સની પીએમ કૅર્સ ફન્ડમાં ડોનેશન કરવા બદલ પ્રશંસાની સાથોસાથ ટીકા પણ થઈ હતી. ઘણાએ દાવા કર્યા હતા કે પીએમ કૅર્સ ફન્ડમાંનું ભંડોળ યોગ્ય જગ્યાએ વાપરવામાં નથી આવતું, સંભવતઃ એને લીધે કમિન્સે છેલ્લી ઘડીએ ડોનેશનનું માધ્યમ બદલી નાખ્યું હશે. 

cricket news sports news australia ipl 2021