ચોથી અને છેલ્લી ટેસ્ટ મૅચ બ્રિસ્બેનમાં જ રમાશે

12 January, 2021 07:54 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

ચોથી અને છેલ્લી ટેસ્ટ મૅચ બ્રિસ્બેનમાં જ રમાશે

ફાઈલ તસવીર

છેલ્લા કેટલાક દિવસથી ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાશે કે નહીં એ સંદર્ભે ચર્ચા ચાલી રહી હતી, પણ ગઈ કાલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) નીક હોકલીએ કન્ફર્મ કર્યું હતું કે ૧૫ જાન્યુઆરીથી ચોથી ટેસ્ટ મૅચ બ્રિસ્બેનમાં જ રમાશે અને આ મૅચ જોવા સ્ટેડિયમની કુલ ક્ષમતાના ૫૦ ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપવામાં આવશે.

નીક હોકલીએ કહ્યું કે ‘એકબીજાને સાથ-સહયોગ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તેમ જ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) સાથે ચોથી ટેસ્ટ મૅચની નિર્ધારિત યોજના પ્રમાણે આગળ વધવાની ઇચ્છા ધરાવવા હું ક્વીન્સલૅન્ડ સરકારનો આભાર માનું છું. ખેલાડીઓ, મૅચ અધિકારી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી આગળ વધવાની યોજના સૌથી વધારે જરૂરી છે. ગાબામાં રમાનારી ચોથી ટેસ્ટ મૅચ માટે એક મજબૂત બાયોસિક્યૉરિટી પ્લાન અમલમાં મૂકવા અમે ક્વીન્સલૅન્ડ સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ સાથે તાલમેલ મિલાવી કામ કરી રહ્યા છીએ. આખી સીઝન દરમ્યાન આપણે સુરક્ષાનો એક સારો ટ્રૅક-રેકૉર્ડ રાખ્યો છે અને ખેલજગતમાં કમબૅક કર્યું છે. આ દરેક વાત આપણા સધ્ધર એવા બાયો-સિક્યૉરિટી પ્રોટોકોલ, પબ્લિક હેલ્થ અધિકારીઓ અને ક્રેકિટ ઑસ્ટ્રેલિયાના અનેક લોકોની મહેનતને લીધે જ શક્ય બની છે.’

આ ઉપરાંત એક સ્ટેટમેન્ટમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું કે ‘ક્વીન્સલૅન્ડ સસ્યાસ્થ્ય ડિપાર્ટમેન્ટ અને ક્વીન્સલૅન્ડ સરકારની સલાહ મુજબ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ક્વીન્સલૅન્ડ સ્ટેડિયમ સાથે મળીને ૧૫ જાન્યુઆરીથી શરૂ થનારી ગાબા ટેસ્ટ મૅચ માટે કામ કરી રહ્યા છીએ, જેમાં સ્ટેડિયમની કુલ ક્ષમતાના ૫૦ ટકા દર્શકોને પ્રવેશવાની અનુમતિ આપવામાં આવશે.’

sports sports news cricket news test cricket india australia brisbane