✕

વરસાદને લઈને બહાનાં નહીં બનાવી શકાય, માનસિક રીતે તૈયાર રહેવું પડશે: શ્રેયસ ઐયર

28 September, 2026 08:20 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેન્સ ક્વૉર્ટર ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. નિસિનના કરોગી સ્પોર્ટ્સ પાર્કમાં ભારે વરસાદની આગાહી છે. મૅચ રદ થાય તો રૅન્કિંગના આધારે ભારત સેમીમાં જશે.

વરસાદ વચ્ચે નવી ટ્રેઇનિંગ કિટ પહેરીને પ્રૅક્ટિસ કરતી શ્રેયસ ઐયર ઍન્ડ કંપની.

એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્વૉર્ટર ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. જપાનમાં નિસિનમાં સ્થિત કરોગી સ્પોર્ટ્‍સ પાર્ક ખાતે વરસાદને કારણે છેલ્લી બે મૅચો પણ રમી શકાઈ નહોતી. આજે પણ અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નિસિનમાં સતત પડી રહેલા વરસાદને કારણે નૉકઆઉટ મુકાબલા પહેલાં ભારતીય ટીમના પ્રૅક્ટિસ સેશનમાં અવરોધ ઊભો થયો હતો. 
જો આજે ભારત-અફઘાનિસ્તાનની ક્વૉર્ટર ફાઇનલ મૅચ વરસાદને કારણે રદ થાય છે તો એશિયન ગેમ્સની વર્તમાન ચૅમ્પિયન ભારતીય ટીમ સેમી-ફાઇનલમાં પ્રવેશ કરશે, કારણ કે ICC T20 રૅન્કિંગના આધારે અફઘાનિસ્તાન (૧૦મો ક્રમ) કરતાં ભારત (પ્રથમ ક્રમ)નો રૅન્ક ઊંચો છે. 
ભારતનો T20 કૅપ્ટન શ્રેયસ ઐયર કહે છે, ‘વરસાદ પડી રહ્યો છે પણ અમે એના માટે બહાનાં ન બનાવી શકીએ, કારણ કે અમે પ્રોફેશનલ્સ છીએ. આવા અવરોધો આવતા રહેશે. પરિસ્થિતિ ગમે તે હોય, અમારે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. અમે સારું વૉર્મ-અપ અને થોડી બૅટિંગ પ્રૅક્ટિસ કરી શક્યા છીએ.’

asian games shreyas iyer ishan kishan abhishek sharma team india indian cricket team cricket news afghanistan sports news sports