07 August, 2025 09:15 AM IST | London | Gujarati Mid-day Correspondent
પાંચમી ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં હૅરી બ્રૂક અને જો રૂટે બન્નેએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી.
ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી ડ્રૉ થઈ પછી બન્ને ટીમના કોચે વિરોધી ટીમમાંથી એક બેસ્ટ પર્ફોર્મરને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ માટે સિલેક્ટ કર્યો હતો. ઇંગ્લૅન્ડની પરંપરાને અનુસરીને બ્રેન્ડન મૅક્લમે ભારતના શુભમન ગિલ (૭૫૪ રન)ને અને ગૌતમ ગંભીરે ઇંગ્લૅન્ડના હૅરી બ્રૂક (૫૩૨ રન)ને અવૉર્ડ માટે પસંદ કર્યા હતા.
જોકે હૅરી બ્રુક ભારતીય કોચ ગૌતમ ગંભીરના સિરીઝના શ્રેષ્ઠ પ્લેયર તરીકે પસંદગી કરવાના નિર્ણય સાથે અસંમત હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે ‘મેં રૂટી (જો રૂટ) જેટલા ૫૩૭ રન બનાવ્યા નથી. એથી મને લાગે છે કે તે પ્લેયર ઑફ ધ સિરીઝ હોવો જોઈતો હતો. તે આ સમર ગેમ્સમાં ફરીથી ઇંગ્લૅન્ડનો શ્રેષ્ઠ પ્લેયર હોવો જોઈએ. આ સિરીઝ શાનદાર હતી. પ્રામાણિકતાથી કહું તો મને નહોતું લાગતું કે સિરીઝ લેવલ થશે.’