ઍમીએ મિતાલીનો યંગેસ્ટ સેન્ચુરિયનનો રેકૉર્ડ તોડ્યો

13 October, 2021 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની મિતાલી રાજે ૧૯૯૯માં આયરલૅન્ડ સામે પ્રથમ વન-ડે સેન્ચુરી ફટકારેલી ત્યારે તે ૧૬ વર્ષ અને ૨૫૦ દિવસની હતી, પરંતુ એ વિક્રમ બાવીસ વર્ષે તૂટ્યો છે.

ઍમીએ મિતાલીનો યંગેસ્ટ સેન્ચુરિયનનો રેકૉર્ડ તોડ્યો

હરારેમાં આયરલૅન્ડની ઍમી હન્ટર નામની મહિલા ક્રિકેટરે સોમવારે ઝિમ્બાબ્વે સામેની વન-ડેમાં અણનમ ૧૨૧ રન બનાવીને પોતાની ટીમને જિતાડી દીધી હતી. આયરલૅન્ડ આ મૅચ ૮૫ રનથી જીત્યું હતું. હન્ટરની આ સદીની ખાસિયત એ છે કે સોમવારે તેનો ૧૬મો જન્મદિન હતો અને વન-ડેમાં તે સૌથી યુવાન વયે સદી ફટકારનાર ખેલાડી બની છે. ભારતની મિતાલી રાજે ૧૯૯૯માં આયરલૅન્ડ સામે પ્રથમ વન-ડે સેન્ચુરી ફટકારેલી ત્યારે તે ૧૬ વર્ષ અને ૨૫૦ દિવસની હતી, પરંતુ એ વિક્રમ બાવીસ વર્ષે તૂટ્યો છે.

cricket news sports news sports mithali raj