ચેન્નઈમાં કરેલું કમબૅક સૌથી મહત્ત્વનું : વિરાટ

07 March, 2021 11:30 AM IST  |  Ahmedabad

ચેન્નઈમાં કરેલું કમબૅક સૌથી મહત્ત્વનું : વિરાટ

વિરાટ કોહલી

ઘરઆંગણે ઇંગ્લૅન્ડને ૩-૧થી મહાત આપ્યા બાદ ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ આનંદ વ્યક્ત કર્યો હતો. કોહલીએ કહ્યું હતું કે ‘ચેન્નઈમાં કરેલું કમબૅક મારા માટે સૌથી મહત્ત્વનું હતું. પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડે અમને સારી રીતે પરાસ્ત કરી હતી. ટૉસે પણ સારો ભાગ ભજવ્યો હતો અને બોલરોએ પોતાની જવાબદારી સારી રીતે નીભાવી હતી. અમારી બોલિંગ અને ફીલ્ડિંગ ઘણી તીવ્ર હતી, જેના લીધે અમે કમબૅક કરી શક્યા. અમારા પ્લેયરો ઘણા સ્ટ્રૉન્ગ છે, જે ભારતીય ક્રિકેટ માટે પણ સારી વાત છે. રિષભ પંત અને વૉશિંગ્ટન સુંદરની પાર્ટનરશિપ શાનદાર હતી. ચેન્નઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ મૅચ બાદ અમે અમારી બૉડી લૅન્ગવેજમાં સુધારો કર્યો હતો. રોહિત એક જબરદસ્ત ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે અશ્વિને ટીમ માટે પાયાની ભૂમિકા ભજવી હતી.

હવે અમે એ વાતનો સ્વીકાર કરી શકીએ છીએ કે અમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમવાના છીએ.’

ahmedabad virat kohli india england cricket news sports news