પ્લેયરે ગેમમાં અગ્રેશન દેખાડવું જોઈએ, બોલવામાં નહીં : સચિન તેન્ડુલકર

25 February, 2020 07:37 AM IST  |  New Delhi

પ્લેયરે ગેમમાં અગ્રેશન દેખાડવું જોઈએ, બોલવામાં નહીં : સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર

અન્ડર-૧૯ વર્લ્ડ કપને લઈને સચિન તેન્ડુલકરનું કહેવું છે કે ટીમનું અગ્રેશન ગેમમાં હોવું જોઈએ. અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં બંગલા દેશ અને ઇન્ડિયાના પ્લેયર વચ્ચે થોડો અણબનાવ થયો હતો અને તેમને ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યા હતા. તેમની વચ્ચે બોલાબોલી અને ધક્કામુક્કી પણ થઈ હતી. આ વિશે પૂછતાં સચિને કહ્યું હતું કે ‘કોઈ વ્યક્તિ તમને કેવી રીતે વર્તન s એ શીખવી શકે છે, પરંતુ અંતે જે-તે વ્યક્તિના કૅરૅક્ટર પર છે કે તે કેવી રીતે વર્તન કરે. કોઈ પણ આવી ક્ષણે જે-તે વ્યક્તિએ કેટલીક બાબત પર કન્ટ્રૉલ કરવો જરૂરી છે, કારણ કે તેમણે એ ન ભૂલવું જોઈએ કે દુનિયા તેમને જોઈ રહી છે. આવી ક્ષણ પર અગ્રેશનને કન્ટ્રૉલ કરવું ખૂબ જ ફાયદાકારક બને છે. અગ્રેશન હોવું જોઈએ, પરંતુ ગેમમાં તમે જે રીતે બૅટિંગ અને બોલિંગ કરો એમાં અગ્રેશન હોવું જોઈએ, નહીં કે તમે શું બોલો છો એમાં.’

૧૦ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૦ની ૨૪ ફેબ્રુઆરીએ ગ્વાલિયરના સ્ટેડિયમમાં સચિન તેન્ડુલકરે સાઉથ આફ્રિકા સામે ડબલ સેન્ચુરી મારી હતી.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાત દરમ્યાન સચિન તેન્ડુલકરનું નામ સો-ચિન તરીકે બોલતાં સોશ્યલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

sachin tendulkar cricket news sports news india