ખરાબ શરૂઆત બાદ કોહલી અને રહાણેએ બાજી સંભાળી લીધી

20 June, 2021 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા સેશનની સરખામણીમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરતાં બૅટ્સમેનોને સહેલાઈથી રન કરવા નહોતા દીધા. કોહલીએ પણ ડ્યુક બૉલનું સન્માન કરતાં કોલિન ડી ગ્રૅન્ડહોમની ત્રણ ઓવર મેઇડન કાઢી હતી.

ખરાબ શરૂઆત બાદ કોહલી અને રહાણેએ બાજી સંભાળી લીધી

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ન્યુ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં વરસાદને કારણે પહેલો દિવસ ગુમાવ્યા બાદ બૅડ લાઇટને લીધે મૅચ અટકાવવી પડી, ભારતના ૬૪.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૪૬ રન ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં વિરાટ કોહલી (નૉટઆઉટ-૪૪) અને અજિંક્ય રહાણે (નૉટઆઉટ-૨૯)ની ઇનિંગ્સને લીધે ભારતે ખરાબ શરૂઆત કર્યા છતાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ૬૪.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા. મૅચનો પહેલો દિવસ વરસાદને લીધે ધોવાઈ ગયો હતો, પરંતુ બીજા દિવસે પણ બૅડ લાઇટને કારણે છેલ્લા સેશનમાં મૅચને બે વખત અમ્પાયરોએ અટકાવી હતી. ભારતે લન્ચ દરમ્યાન ૬૯ રનમાં બે વિકેટ ગુમાવી હપતી. ત્યાર બાદ ચેતેશ્વર પુજારા (૮) સાથે કોહલીએ ૫૧ રનની પાર્ટનરશિપ કરી હતી.પુજારા આઉટ થતાં રહાણે આવ્યો હતો. જોકે અમ્પાયરોએ બૅડ લાઇટને કારણે વહેલો ટી-બ્રેક લીધો હતો.
પુજારાનું ૩૬ બૉલ બાદ ખુલ્યું ખાતું
પહેલા સેશનની સરખામણીમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરતાં બૅટ્સમેનોને સહેલાઈથી રન કરવા નહોતા દીધા. કોહલીએ પણ ડ્યુક બૉલનું સન્માન કરતાં કોલિન ડી ગ્રૅન્ડહોમની ત્રણ ઓવર મેઇડન કાઢી હતી. પુજારાએ ખાતું ખોલવામાં ૩૬ બૉલ લીધા હતા. શુભમન ગિલની જેમ પુજારાની હેલ્મેટ પર પણ વૅગનરનો બૉલ વાગ્યો હતો. જોકે એનાથી તેને કોઈ ફરક પડ્યો નહોતો. રોહિત શર્મા ૬૮ બૉલમાં ૩૪ રન અને શુભમન ગિલે ૬૪ બૉલમાં ૨૮ રન કરી શરૂઆતમાં કોઈ વિકેટ પડવા દીધી નહોતી. જોકે લન્ચ પહેલાં ભારતે ૬૯ રનમાં બે વિકેટ ગુમાવી હતી. 
રોહિત-ગિલની ૬૨ રનની પાર્ટનરશિપ
પહેલો દિવસ વરસાદે ધોઈ નાખ્યા બાદ કૅપ્ટન કેન વિલિયમસને ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે બે દિવસ પહેલાં જાહેર કરેલી પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડે સ્પિનરને બદલે ઑલરાઉન્ડર ડી ગ્રૅન્ડહોમને પાંચમા વિકલ્પ તરીકે પસંદ કર્યો હતો. ઇંગ્લૅન્ડમાં પ્રથમ વખત ઓપનિંગ કરતાં રોહિત અને ગિલે બોલ્ટ અને સાઉધીનો સામનો કરતાં ૬૨ રનની પાર્ટનરશિપ કરી હતી. 

virat kohli ajinkya rahane sports news sports cricket news