પ્રેસ-કૉન્ફરન્સમાં ‍ડોમ બેસ પર પડ્યું જાહેરાતનું બૅકડ્રૉપ

09 February, 2021 08:27 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

પ્રેસ-કૉન્ફરન્સમાં ‍ડોમ બેસ પર પડ્યું જાહેરાતનું બૅકડ્રૉપ

ફાઈલ તસવીર

ઇંગ્લૅન્ડ-ઇન્ડિયાની પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસનો ખેલ સમાપ્ત થયા બાદ ઇંગ્લૅન્ડના ડોમ બેસ એક પ્રેસ-કૉન્ફરન્સમાં મીડિયાના સવાલનો જવાબ આપી રહ્યો હતો એ વખતે તેની પાછળ રાખવામાં આવેલું જાહેરાતોનું બૅકડ્રૉપ તેના પર પડ્યું હતું. આ બૅનર પડવાનો અવાજ જોરથી આવ્યો હતો. જોકે તેણે પોતાની વાત ચાલુ રાખી હતી, પણ ધ્યાન ભટકાતાં તે શું કહી રહ્યો એ ભૂલી ગયો હતો. પછીથી ત્યાં હાજર અધિકારીઓએ બૅકડ્રૉપને વ્યવસ્થિ ગોઠવી દીધું હતું. આ પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન બેસે વિરાટ કોહલીની વિકેટને પોતાના કરીઅરની બેસ્ટ વિકેટ ગણાવી હતી.

sports sports news cricket news test cricket india england chennai