સ્ટીવ સ્મિથના મતે રોહિત ધોની નહીં પણ આ ખેલાડી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે

12 September, 2019 08:20 PM IST  |  Mumbai

સ્ટીવ સ્મિથના મતે રોહિત ધોની નહીં પણ આ ખેલાડી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથ (PC : Google)

Mumbai : ક્રિકેટ જગતમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને દિવાના બનાવ્યા હતા અને વિશ્વ ક્રિકેટ જગતમાં પણ એક અલગ ઓળખ બનાવી હતી.આજે આપણેએવા ક્રિકેટરની વાત કરીશું જેણે વિશ્વ ક્રિકેટમાં પોતાની એક આગવી છાપ છોડી છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને સ્ટીવ સ્મિથ વિશે વાત કરીશું. જેણે ટેસ્ટ ચેમ્પિયનશીપની એશિઝ શ્રેણીમાં અદભૂત બેટિંગનો નમૂના દર્શાવ્યો હતો.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

સ્મીથના મતે ધોની અને રોહિત શર્મા આ ભારતીય ખેલાડી શ્રેષ્ઠ બેટ્સમેન છે
ઓસ્ટ્રેલિયાના આ યુવા દિગ્ગજ ગણાતા બેટ્સમેન સ્ટીવ સ્મિથનો એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. તેમાં તેને એક સવાલ પુછવામાં આવ્યો કે ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીમાંથી સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન કોને માને છે. ત્યારે 
સ્ટીવ સ્મિથે જવાબ આપતા કહ્યું કે વિરાટ કોહલી ખેલાડીઓનો ખેલાડી છે અને મારી દ્રષ્ટિએ તે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે.



કોહલી જે રીતે ત્રણેય ફોર્મેટમાં બેટિંગ કરે છે તે પ્રશાંસાત્મક છે : સ્મીથ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ગણાતા ક્રિકેટર સ્ટીવ સ્મિથે કહ્યું કે વિરાટ કોહલી જે રીતે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બેટિંગ કરે છે તે પ્રશંસાત્મક પ્રશંસા છે. તેમણે કહ્યું હતું કે વિરાટ કોહલીએ હાલના સમયમાં તેની ફિટનેસ અને પ્રદર્શનમાં જે રીતે સુસંગતતા દર્શાવી છે તે શ્રેષ્ઠ બેટ્સમેનનો સંકેત છે.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

એશિઝમાં સ્મીથે યાદગાર ઇનીંગ રમી હતી
ઑસ્ટ્રેલિયાના ઇન-ફૉર્મ બૅટ્સમૅન સ્ટીવન સ્મિથને ગર્વ છે કે તેણે ૯૨ બૉલમાં ૮૨ રન ત્યારે બનાવ્યા જ્યારે ટીમને સખત જરૂર હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૯૬ રનની લીડ લીધા પછી સેકન્ડ ઇનિંગ્સમાં ૪૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સ્મિથે મૅથ્યુ વેડ સાથે ૧૦૫ રનની કીમતી પાર્ટનરશિપ કરી હતી.

cricket news australia steve smith virat kohli ms dhoni rohit sharma