એબી ડિવિલિયર્સ નેક્સ્ટ મિસ્ટર ૩૬૦ ડિગ્રી પ્લેયર ડેવાલ્ડ બ્રેવિસને માને છે

05 August, 2025 10:33 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

ભારતનો સૂર્યકુમાર યાદવ પણ પહેલેથી જ મિસ્ટર ૩૬૦ છે. તે જે રીતે પ્રેશર હેઠળ મેદાનને નિયંત્રિત કરે છે અને અપરંપરાગત શૉટ રમે છે એ અદ્ભુત છે.’

ડેવાલ્ડ બ્રેવિસ

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ તેના ૩૬૦ ડિગ્રી શૉટ રમવાની ક્ષમતાને કારણે મિસ્ટર ૩૬૦ ડિગ્રી તરીકે જાણીતો છે. તેને હાલમાં એક પૉડકાસ્ટમાં પૂછવામાં આવ્યું કે  મિસ્ટર ૩૬૦ ડિગ્રી પ્લેયર તરીકે તેનો વારસો કોણ આગળ ધપાવશે ત્યારે તેણે બેબી એબી તરીકે જાણીતા સાઉથ આફ્રિકાના યંગ બૅટર ડેવાલ્ડ બ્રેવિસનું નામ આપ્યું હતું.

તેણે કહ્યું કે ‘ ડેવાલ્ડ બ્રેવિસ પ્રતિભાશાળી અને નિર્ભય છે. તે એ જ સ્વતંત્રતા સાથે રમત રમે છે જે મને ગમતી હતી. બ્રેવિસ પાસે બધા શૉટને ખાસ બનાવવાનો જુસ્સો છે. તે મેદાન પર મારી જેમ ૧૭ નંબરની જર્સી પહેરે છે. એ અફસોસની વાત છે કે તે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર માટે નહીં, પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL રમે છે. ભારતનો સૂર્યકુમાર યાદવ પણ પહેલેથી જ મિસ્ટર ૩૬૦ છે. તે જે રીતે પ્રેશર હેઠળ મેદાનને નિયંત્રિત કરે છે અને અપરંપરાગત શૉટ રમે છે એ અદ્ભુત છે.’

south africa ab de villiers indian premier league suryakumar yadav cricket news sports news sports