મારી કરિઅરની આ સૌથી મોટી સિદ્ધિઃકોહલી

14 February, 2019 03:33 PM IST  | 

મારી કરિઅરની આ સૌથી મોટી સિદ્ધિઃકોહલી

ટ્રોફી સાથે વિરાટ કોહલી

ઑસ્ટ્રેલિયા સામે મેળવેલા સિરીઝ-વિજયને વિરાટ કોહલીએ કરીઅરની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે ‘આ ટીમનો એક ખેલાડી હોવાને નાતે મને સૌથી વધુ ખુશી થઈ હતી. મેં આ જ મેદાન પર પહેલી વખત કૅપ્ટન્સી સંભાળી હતી તેમ જ હવે આ સિદ્ધિ મેળવી છે. મને વિશ્વાસ નથી થતો કે ૪ વર્ષ બાદ અમે અહીં ટેસ્ટ-સિરીઝ જીતીશું. આ ટીમની કૅપ્ટન્સી કરતા મને ગર્વ થાય છે. હું મારી જાતને ખુશકિસ્મત ગણાવું છું. ખેલાડી કૅપ્ટનની શાખ વધારે છે.’

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે ‘આ મારી કરીઅરની સૌથી મોટી સિદ્ધિ છે. જ્યારે અમે ૨૦૧૧માં વર્લ્ડ કપ જીત્યા હતા તો હું ટીમનો સૌથી યુવા ખેલાડી હતી. મેં ત્યાં બધાને લાગણીશીલ થતા જોયા હતા. મને ત્યાં આવી લાગણીઓ થઈ નહોતી,પરંતુ અહીં ત્રણ વખત આવ્યા બાદ હું કહી શકું છું કે આ સિરીઝ જીતવી કેટલી મહત્વની છે. આ સિરીઝ અમને અલગ ઓળખ આપશે. અમે એ સિદ્ધિ મેળવી છે જેના પર અમે ગર્વ કરી શકીએ.’

આ પણ વાંચોઃ Ind vs Aus: ભારતે રચ્યો ઇતિહાસ, 71 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં જીતી ટેસ્ટ સીરીઝ

પુજારાની પ્રશંસા કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘પુજારાનો ઑસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ સારો નહોતો, પરંતુ આ વખતે તેણે શાનદાર રમત બતાવી. પુજારા સતત શીખવા માગે છે.’

આ સિરીઝમાં પદાર્પણ કરનારા મયંક અગ્રવાલની પ્રશંસા કરતાં કોહલીએ કહ્યું હતું કે તે બૉક્સિંગ ડે ટેસ્ટમાં ચૅમ્પિયનની જેમ રમ્યો.

virat kohli test cricket sports news border-gavaskar trophy cricket news