સ્પોર્ટ્‌‌સને કારણે જીવનમાં ઘણા સારા લોકો મળ્યા : વિરાટ કોહલી

27 October, 2019 12:01 PM IST  |  નવી દિલ્હી

સ્પોર્ટ્‌‌સને કારણે જીવનમાં ઘણા સારા લોકો મળ્યા : વિરાટ કોહલી

વિરાટ કોહલી

ક્રિકેટ અથવા તો અન્ય કોઈ અન્ય સ્પોર્ટ્સ એવી બાબત છે કે મેદાનમાં બે ટીમના પ્લેયરો એકબીજાના હરીફ હોય છે, પણ મેદાનની બહાર એકબીજાના સારા ફ્રેન્ડ હોય છે. આ જ મુદ્દાને અનુરૂપ ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીએ એક ફોટો સોશ્યલ મીડિયામાં અપલૉડ કર્યો હતો જેમાં તેની સાથે ઇંગ્લૅન્ડનો ઓઇન મૉર્ગન અને સાઉથ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ પણ છે. આ ત્રણેય ત્રિપુટી કોઈક વાત પર ખટખળાટ હસી રહી છે. આ ફોટો સાથે કોહલીએ સ્પોર્ટ્સનાં વખાણ કરતાં લખ્યું હતું કે ‘સ્પોર્ટ્સની એક સારી વાત એ છે કે ફીલ્ડ પર પ્લેયરો વચ્ચે જે હરીફાઈ અને તણાવ હોય છે એને એક સ્મિત વડે દૂર કરી શકાય છે.

આ પણ વાંચો : કોહલીની ટીમ વિશ્વ પર રાજ કરી શકે છે : કુંબલે

ફીલ્ડ પર તમે જબરદસ્ત રમો છો, પણ એ જ ટીમના પ્લેયરને જ્યારે તમે ઑફ ફીલ્ડ મળો છો ત્યારે હસી-હસીને થાકી જાઓ છો. સ્પોર્ટ્સને કારણે કેટલા અદ્ભુત લોકો જીવનમાં મળ્યા છે.’

કોહલી અને એબી ડિવિલિયર્સ આઇપીએલની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમમાં સાથે રમી ચૂક્યા છે અને દ્વિપક્ષીય સિરીઝમાં એકબીજાના હરીફ તરીકે રમે છે.

virat kohli sports news