હાર્દિકની ગેરહાજરીમાં અમારે ત્રીજા ફાસ્ટ બોલરને રમાડવો પડે : કોહલી

23 January, 2019 10:10 AM IST  | 

હાર્દિકની ગેરહાજરીમાં અમારે ત્રીજા ફાસ્ટ બોલરને રમાડવો પડે : કોહલી

વિરાટ કોહલી

એક ટીવી-શોમાં મહિલાઓ વિશેની કમેન્ટ બાદ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાથી આજથી શરૂ થનારી ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચ મૅચોની વન-ડે સિરીઝમાં ભારતને ત્રીજા સ્પેશ્યલિસ્ટ બોલરને લઈને સમસ્યા થઈ રહી છે. યુવા બોલર ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પહેલી બે વન-ડેમાં તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યા નહોતા. વિજય શંકરે મેલબર્નમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં પ્રમાણમાં સારી બોલિંગ કરી હતી.

આ પણ વાંચો: ICC એવોર્ડ્સમાં વિરાટ કોહલીનો રાજ, ટેસ્ટ અને વનડેમાં ક્રિકેટર ઑફ ધ યર

કોહલીએ કહ્યું હતું કે ‘યોગ્ય બોલિંગ-આક્રમણ મોટે ભાગે ઑલરાઉન્ડર પર જ નિર્ભર છે. તમે કોઈ પણ મજબૂત ટીમને જોઈ લો, એમાં ઓછામાં ઓછા બે ઑલરાઉન્ડર તો હશે જ.’

virat kohli hardik pandya india new zealand cricket news sports news