શ્રીલંકન બોલરોએ 7 વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને ધકેલ્યું બૅકફુટ પર

17 August, 2019 11:09 AM IST  | 

શ્રીલંકન બોલરોએ 7 વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને ધકેલ્યું બૅકફુટ પર

શ્રીલંકાના બોલરો લસિથ ઇમબુલડેનિયાએ ૪ અને ધનંજય ‌ડિસિલ્વાએ બે વિકેટ લઈને પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડને બૅકફુટ પર ધકેલ્યું હતું. દિવસના અંતે સેકન્ડ ઇનિંગમાં તેમનો સ્કોર ૧૭૭ રનની લીડ સાથે ૭ વિકેટે ૧૯૫ રન હતો. સાઉથ આફ્રિકામાં જન્મેલા વિકેટકીપર-બૅટ્સમૅન બીજે વોટલિંગ ૬૩ અને વિલિયમ સોમરવિલે પાંચ રન બનાવીને અણનમ હતા.

શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં ૯૩.૨ ઓવરમાં ૨૬૭ રન બનાવ્યા હતા, જેમાં નિરોશન ડિકવેલા ૬૧ અને સુરંગા લકમલ ૪૦ રન બનાવીને આઉટ થયા હતા. મુંબઈમાં જન્મેલા ૩૦ વર્ષના બોલર એજાઝ પટેલે ડિકવેલાને આઉટ કરીને ફાઇવ-ફોર એટલે કે ઇનિંગમાં પાંચ વિકેટ પૂરી કરી હતી. ન્યુ ઝીલૅન્ડે પહેલી ઇનિંગમાં ૮૩.૨ ઓવરમાં ૨૪૯ રન બનાવ્યા હતા.

ગૉલ ટેસ્ટની મેમોરેબલ મોમેન્ટ : ‘કૉટ ઍન્ડ બોલ્ટ’

ન્યુ ઝીલૅન્ડના પેસર ટ્રેન્ટ બોલ્ટે ફૅન્સને યાદ રહે એવી મેમરી આપી હતી. ન્યુ ઝીલૅન્ડની બૅટિંગની ૮૨મી ઓવર દરમ્યાન બોલ્ટ સ્પિનર લસિથ ઇમબુલડેનિયા સામે નિર્ધારિત પેડલ સ્વીપ રમતી વખતે લીડિંગ કટ વાગતાં બૉલ તેની હેલ્મેટની ગ્રિલમાં બેસી ગયો હતો. અમુક સેકન્ડ માટે તેને ખબર નહોતી પડી કે બૉલ ક્યાં ગયો. વિચિત્ર ક્ષણ તો ત્યારે આવી જ્યારે તેણે શ્રીલંકન ફીલ્ડરોથી દૂર જવાનો પ્રયત્ન કર્યો હતો, કારણકે જો બૉલ હેલ્મેટમાંથી પડે તો કૅચ કરી શકાય. જોકે એવું કંઈ ન થયું. તેણે પોતે બૉલ કાઢી લીધો હતો અને બોલ્ટની સ્વસ્થતા ચકાસ્યા પછી રમત ફરી શરૂ થઈ હતી. 

new zealand cricket news gujarati mid-day