સ્પોર્ટ્સ બાળકોનું જીવન બદલી શકે છે : મિતાલી રાજ

04 July, 2019 12:04 PM IST  |  મુંબઈ

સ્પોર્ટ્સ બાળકોનું જીવન બદલી શકે છે : મિતાલી રાજ

મિતાલી રાજ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજે બાળકોના જીવનમાં સ્પોર્ટ્સનું મહત્ત્વ જણાવતાં કહ્યું છે કે સ્પોર્ટ્સ બાળકોનું જીવન બદલી શકે છે અને લોકોને પ્રભાવિત પણ કરી શકે છે. હાલમાં ચાલી રહેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટને સપોર્ટ કરવા પેપા પિગ ક્રિકેટ નામની એક કૅમ્પેન ચાલી રહી છે જેમાં સાતમી જુલાઈએ થનારા એક ઇવેન્ટમાં મિતાલી સ્પેશ્યલ ગેસ્ટરૂપે હાજરી આપશે. આ ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયા નૉર્થ અને સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ના પ્લેયરો પણ હાજર રહેશે.

મિતાલી રાજ ટીમ ઇન્ડિયા નૉર્થની ગુડવીલ ઍમ્બૅસૅડર પણ છે. આ ટીમમાં રમનારા પ્લેયરો સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંદર્ભમાં મિતાલીએ જણાવ્યું હતું કે ‘સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં સ્ટ્રીટનાં બાળકોને લૉર્ડ્સના મેદાન સુધી પહોંચવાની તક મળે છે.

આ પણ વાંચો : ભોજન વગર ચાલી શકે, પરંતુ ક્રિકેટ વગર નહીં : ચારુલતા પટેલ

હું સ્પોર્ટ્સની ખરી તાકાત જાણું છું. એ બાળકોના જીવન બદલવાની સાથે લોકો પાસેથી મળેલા સહકારને કારણે તેમનો વિકાસ કરવામાં પણ વધારે તક આપે છે. હું ખુશ છું કે બાળકોને પ્રમોટ કરવા પેપા પિગ અહીં ભારતમાં આવી છે.’

mithali raj sports news cricket news