સિલેક્ટરોએ શુભમન ગિલને ટીમમાં સિલેક્ટ કરવો જોઈતો હતો : ગાંગુલી

25 July, 2019 11:26 AM IST  |  નવી દિલ્હી

સિલેક્ટરોએ શુભમન ગિલને ટીમમાં સિલેક્ટ કરવો જોઈતો હતો : ગાંગુલી

સૌરવ ગાંગુલી

ભારતને ૨૦૦૩ના વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડનારએ વેટરન ક્રિકેટર અજિંક્ય રહાણે અને યંગ શુભમન ગિલને ટીમમાં સિલેક્ટ ન કરવામાં આવતાં સિલેક્ટરોના નિર્ણય સામે સવાલો કર્યા છે. સિલેક્શન કમિટીએ પોતાની પૉલિસીમાં નિરંતરતા જાળવવી જોઈએ એવું તેનું માનવું છે. રહાણે અને ગિલને આગામી વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ઇગ્નોર કરવામાં આવ્યા હતા. ઇનકન્સિસ્ટન્ટ કેદાર જાધવને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે, જ્યારે પાંચ લિસ્ટ-એ ગેમમાં ૨૧૮ રન બનાવીને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીતનાર ગિલને ઇગ્નોર કરવામાં આવ્યો છે. આ વિશે સિલેક્ટરોને આડે હાથ લેતાં ગાંગુલીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘મેઇન એજન્ડા બેસ્ટ પૉસિબલ ટીમ સિલેક્ટ કરવાનો હોવો જોઈએ, લોકોને ખુશ કરવાનો નહીં. હવે સમય આવી ગયો છે કે ભારતીય સિલેક્ટરોએ રિધમ અને કૉન્ફિડન્સ જળવાઈ રહે એ માટે દરેક ફૉર્મેટમાં એક જ ટીમ સિલેક્ટ કરવી જોઈએ. લોકોને ખુશ કરવા નહીં, પણ દેશ માટે અને નિરંતરતા જળવાઈ રહે એ જરૂરી છે. ઘણા પ્લેયર્સ એવા છે જે તમામ ફૉર્મેટમાં સતત રમી શકે છે. મને નવાઈ લાગે છે કે ગિલ અને રહાણેને વન-ડે સ્ક્વૉડમાં કેમ સિલેક્ટ કરવામાં ન આવ્યા.’

આ પણ વાંચો : યુવા ખેલાડીઓએ મારી ભૂલને રિપીટ ન કરવી જોઈએ : કોહલી

ડિસઅપૉઇન્ટ થયો છું પણ આ વિશે વિચારવામાં વધુ સમય નહીં બગાડું : શુભમન ગિલ

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ગયા વર્ષે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અવૉર્ડ જીતનાર શુભમન ગિલે કહ્યું હતું કે ‘મને આશા હતી કે હું ભારતની કોઈ એક ટીમમાં સિલેક્ટ થઈશ. સિલેક્ટ ન થતાં દુ:ખ તો થયું છે, પણ આ બાબતે વિચારવામાં હું વધુ સમય બગાડવા નથી ઇચ્છતો. હું રન બનાવતો રહીશ અને ક્ષમતા અનુસાર બેસ્ટ પર્ફોર્મ કરીને સિલેક્ટરોને ઇમ્પ્રેસ કરતો રહીશ. વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ સામે ૪-૧થી જીત મારા અને ટીમ બન્ને માટે સફળ રહી. પર્સનલી, હું બે ફિફ્ટીને સેન્ચુરીમાં કન્વર્ટ કરવા ઇચ્છતો હતો. જોકે હું આ અનુભવમાંથી શીખીને આગળ વધીશ.’

sourav ganguly cricket news sports news