પુલવામામાં શહીદ થયેલા જવાનોની ફૅમિલી માટે સચિન કરશે પુશ-અપ્સ

22 February, 2019 11:46 AM IST  | 

પુલવામામાં શહીદ થયેલા જવાનોની ફૅમિલી માટે સચિન કરશે પુશ-અપ્સ

સચિન તેન્ડુલકર

ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર રવિવારે નવી દિલ્હીમાં યોજાનારી IDBI ફેડરલ લાઇફ ઇન્શ્યૉરન્સ મૅરથૉનમાં ૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામામાં આતંકવાદી હુમલામાં વીર ગતિ પામેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરવા પુશ-અપ્સ કરશે. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ‘કીપ-મૂવિંગ પુશ-અપ ચૅલેન્જ’ના ભાગરૂપે દરેક રેસ પહેલાં સચિન પાંચથી દસ પુશ-અપ્સ કરશે પછી સ્પર્ધકો તેની સાથે આ કસરતમાં જોડાશે. ફુલ મૅરથૉનમાં ૨૦૦૦, હાફ મૅરથૉનમાં ૬૦૦૦, ટાઇમ્ડ ૧૦ કિલોમીટરમાં ૫૫૦૦ અને પાંચ કિલોમીટર સ્વચ્છ ભારત રનમાં ૪૫૦૦ સ્પર્ધકો ભાગ લેશે. આમ, કુલ ૧૮,૦૦૦ સ્પર્ધકો ભાગ લેશે. આયોજકો દરેક સ્પર્ધક વતી ૧૦૦ રૂપિયા શહીદ જવાનના પરિવારને ડોનેટ કરશે.

આ પણ વાંચો : ગેઇલનો સિક્સર-શો ઇંગ્લૅન્ડે કર્યો ફ્લૉપ

તેન્ડુલકરે મીડિયાને કહ્યું હતું કે ‘સફળતા ત્યારે મળે જ્યારે આપણે આપણી નબળાઈને પુશ કરીએ અને પોતાને ચૅલેન્જ કરીએ, કારણ કે આપણા હરીફ આપણે પોતે જ છીએ. હું દરેક સ્પર્ધકને વિનંતી કરું છું કે તમે મારી ચૅલેન્જમાં સાથે જોડાઈ જાઓ અને આપણે ભવ્ય ભવિષ્ય તરફ આગળ વધીએ.’

sachin tendulkar pulwama district cricket news