Fit india Movementમાં આ રીતે જોડાયા સચિન તેન્ડુલકર

29 August, 2019 03:33 PM IST  | 

Fit india Movementમાં આ રીતે જોડાયા સચિન તેન્ડુલકર

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકર Fit india Movment સાથે જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે Fit india Movmentની જાહેરાત કરી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલ્કરે તેના ટ્વિટર એકાઉન્ટ પર ગુરૂવારે Fit india Movment સાથે જોડાયેલા 1-2 વીડિયો શૅર કર્યા હતા.

,સચિન તેન્ડુલકરે ખાસ અંદાજમાં Fit india Movment અભિયાનની શરૂઆત કરી છે. સચિન તેન્ડુલકરે વૃદ્ધાશ્રમનો એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં વૃદ્ધ મહિલાઓ સાથે કેરમ રમતા જોવા મળી રહ્યો છે. સચિન તેન્ડુલકરના આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સચિન તેન્ડુલકરના આ વીડિયો પર ફેન્સ કમેન્ટ કરીને તેને મહાન કહી રહ્યાં છે.

મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરે આ વીડિયોને કેપ્શન આપ્યું કે, 'વંડર વુમન સાથે સેન્ટ એન્થની ઓલ્ડ એજ હોમમાં કેટલોક સમય વિતાવ્યો. તેમના દ્વારા દેખાડવામાં આવેાલા પ્રેમથી ધન્ય અનુભવી રહ્યો છે. કેરમ રમવા માટે ઉત્સાહની કોઈ સીમા ન હોતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિલકુલ સાચુ કહી રહ્યાં છે રમત અને ફિટનેસ બધા માટે છે.

આ સિવાય સચિન તેન્ડુલકરે એક વધુ વીડિયો શૅર કર્યો હતો. જેમાં તે ક્રિકેટના મિત્ર વિનોદ કાંબલી અને તેના કેટલા મિત્રો સાથે ઈન્ડોર ગેમ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને કેપ્શન આપતા સચિન તેન્ડુલકરે લખ્યું કે, મિત્રો સાથે દિવસ પસાર કરવું સારુ છે. ખાસ કરીને જ્યારે ખાસ કોઈ રમત સાથે જોડાયેલા હોય. તમે એકબીજાને ફિટ રહેવા માટે ચેલેન્જ પણ આપી શકો છો.

આ પણ વાંચો: National Sports Day 2019: આવી રીતે પડ્યું નામ 'ધ્યાન ચંદ', કહેવાયા હૉકીના જાદૂગર

ઉલ્લેખનીય છે કે, 29 ઓગસ્ટના હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતી મનાવી રહ્યાં છે. આ દિવસને ભારતમાં નેશનલ સપોર્ટ્સ ડે તરીકે ઉજવી રહ્યાં છે. નેશનલ સ્પોર્ટ્સ ડેને ધ્યાનમાં રાખીને Fit India Movement અભિયાનની શરૂઆત કરી છે. આ મૂવમેન્ટમાં સચિન તેન્ડુલકર સાથે અન્ય ઘણા સ્ટાર્સ જોડાઈ રહ્યાં છે.

sachin tendulkar cricket news gujarati mid-day