સચિન તેંદુલકરના દીકરાના નામે છે ફેક અકાઉન્ટ,બંધ કરવાની કરી રિક્વેસ્ટ

27 November, 2019 08:52 PM IST  |  Mumbai Desk

સચિન તેંદુલકરના દીકરાના નામે છે ફેક અકાઉન્ટ,બંધ કરવાની કરી રિક્વેસ્ટ

ભારતીય ક્રિકેટના સિતારા સચિન રમેશ તેંદુલકર હાલ થોડોક ચિંતિત છે. કારણ છે સોશિયલ મીડિયા પર તેના દીકરાના નામે બનાવવામાં આવેલું ફેક અકાઉન્ટ. સચિને બુધવારે ટ્વિટર પર એક ટ્વીટ શૅર કરતાં ચાહકોને આ વાતની માહિતી આપી અને આને બંધ કરવાની રિક્વેસ્ટ પણ કરી.

ભારતના દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકરના ટ્વિટર પર 30 મિલિયનથી વધારે ફૉલોવર્સ છે. તેણે પોતાના બધાં ચાહકોને આ વાતની માહિતી પણ આપી છે કે તેની દીકરી અને દિકરાનું ટ્વિટર પર કોઇ જ અકાઉન્ટ નથી તેથી તેને કોઇ ફૉલો ન કરે અને તેના પરથી કરવામાં આવતાં ટ્વીટને તેના દીકરા સાથે ન જોડવા.

સચિને બુધવારે એક ટ્વીટ કરીને લખ્યું, હું આ વાતને સ્પષ્ટ કરવા માગું છું કે મારો દીકરો અર્જુન અને દીકરી સારા ટ્વિટર પર નથી. @jr_tendulkarના નામે બનાવવામાં આવેલ અકાઉન્ટ અર્જુનના નામથી અયોગ્ય રીતે કામ કરી રહ્યો છે. આના પર કેટલાક લોકો અને સંસ્થાનો પ્રચ્યે દુર્ભાવનાપૂર્ણ ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. હું ટ્વિટર ઇન્ડિયા પરથી આ મામલે શક્ય તેટલું જલ્દી કાર્યવાહી કરવાની રિક્વેસ્ટ કરું છું.

ઉલ્લેખનીય છે કે અર્જુનના નામથી બનાવેલું આ અકાઉન્ટ ફેક છે અને આના પર આપવામાં આવેલી બધી માહિતી સચિન તેંદુલકર સાથે જોડાયેલી છે. જેમ કે આની પ્રોફાઇલમાં લખ્યું છે કે (Son Of God) તે ભગવાનનો દીકરો છે.

આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

આ અકાઉન્ટ પર વેસ્ટઇન્ડિઝ સીરીઝ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાંથી સંજૂ સેમસનને બહાર કરવાને લઈને ટ્વીચ કરવામાં આવ્યા હતા. આમાં લખવામાં આવ્યું હતું કે ચયનકર્તા એમએસકે પ્રસાદ કેવી રીતે રિષભ પંતને તક આપી શકે છે. આ કોઇકના આત્મવિશ્વાસ પર સીધો પ્રહાર કરવા જેવું છે.

sachin tendulkar arjun tendulkar cricket news