ગાંગુલીના મતે પૉન્ટિંગ ભારતીય ટીમનો કોચ બનવા માટે મજબૂત દાવેદાર

02 May, 2019 12:16 PM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

ગાંગુલીના મતે પૉન્ટિંગ ભારતીય ટીમનો કોચ બનવા માટે મજબૂત દાવેદાર

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે રિકી પૉન્ટિંગ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે મજબૂત દાવેદાર છે. તેમના મતે પૉન્ટિંગમાં એ બધી જ લાક્ષણિકતાઓ છે જે એક કોચમાં હોવી જોઈએ.

એક ઇન્ટરવ્યુમાં દિગ્ગજ ક્રિકેટર ગાંગુલીએ કહ્યું કે ‘આ વખતના વર્લ્ડ કપમાં ભારત કે ઑસ્ટ્રેલિયા જેવી ટીમો મજબૂત છે, પણ વિન્ડીઝની ટીમને ઓછી ન આંકવી જોઈએ.’

આ પણ વાંચો : શ્રેયસ ગોપાલે કોહલી અને ડિવિલિયર્સની ઝડપેલી વિકેટોને આપ્યું વધારે મહત્વ

ગાંગુલીએ કહ્યું, ‘હાલમાં ઍન્દ્રે રસેલ જબરદસ્ત ફૉર્મમાં છે. રસેલ, શાઇ હોપ, ક્રિસ ગેઇલ, ઓશેન થોમસ અને બીજા ધુરંધર ખેલાડીઓથી ભરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ વર્લ્ડ કપ માટે એક ખતરનાક ટીમ છે. મને લાગે છે કે જે રીતે રસેલ જેવા ખેલાડીઓ રમી રહ્યા છે એ મોટો ઊલટફેર કરી શકે છે.’

sourav ganguly ricky ponting cricket news