ટેલરની ડબલ સેન્ચુરીને કારણે ન્યુ ઝીલૅન્ડની સ્થિતિ મજબૂત

12 March, 2019 10:43 AM IST  | 

ટેલરની ડબલ સેન્ચુરીને કારણે ન્યુ ઝીલૅન્ડની સ્થિતિ મજબૂત

શાનદાર પ્રદર્શન : ગઈ કાલે ૨૦૦ રન બનાવ્યા બાદ રૉસ ટેલર.

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને ખભામાં થયેલી ઈજાને કારણે હૉસ્પિટલમાં જવું પડ્યું હતું જેને કારણે બંગલા દેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે તે ફીલ્ડિંગ માટે મેદાન પર ઊતરી શક્યો નહોતો. તેને મૅચના ત્રીજા દિવસે ફીલ્ડિંગ દરમ્યાન ઈજા થઈ હતી. ચોથા દિવસે બૅટિંગ દરમ્યાન તે ખભાની ઈજાને કારણે પરેશાન હતો. ઘણી વખત ફિઝિયોને મેદાન પર આવીને તપાસ પણ કરવી પડી હતી. તેણે ત્રણ કલાક સુધી બૅટિંગ કરતાં ૭૪ રન બનાવ્યા હતા. તેણે રૉસ ટેલર (૨૦૦) સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૧૭૨ રનની પાર્ટનરશિપ પણ કરી હતી. બંગલા દેશે પહેલી ઇનિંગ્સમાં બનાવેલા ૨૧૧ રનના જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટે ૪૩૨ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો.

આ પણ વાંચો : હવામાં સ્પિન કરાવવાની ક્ષમતાને કારણે જ કુલદીપ ચહલ કરતાં શ્રેષ્ઠ: મૅથ્યુ હેડન

વરસાદને કારણે આ મૅચના પહેલા બે દિવસ ધોવાઈ ગયા હતા. બીજી તરફ બંગલા દેશે બીજી ઇનિંગ્સમાં ખરાબ શરૂઆત કરી હતી. ગઈ કાલે ૨૩ ઓવરમાં ૮૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી જેમાં ટ્રેન્ટ બોલ્ટે ૮ ઓવરમાં ૩૪ રન આપી બે વિકેટ ઝડપી હતી જેને કારણે આ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ જીતી શકે એવી શક્યતા ઊભી થઈ છે. રૉસ ટેલરે સિક્સર ફટકારીને પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. આ તેની ૧૮મી સેન્ચુરી હતી જે તેના મેન્ટર માર્ટિન ક્રો કરતાં એક સેન્ચુરી વધુ છે.

new zealand bangladesh test cricket cricket news