આજે લાલ રંગે રંગાશે લૉર્ડ્સ

14 August, 2019 02:21 PM IST  |  લંડન

આજે લાલ રંગે રંગાશે લૉર્ડ્સ

આજે લાલ રંગે રંગાશે લૉર્ડ્સ

સૌ કોઈ જાણે છે ઇંગ્લૅન્ડમાં આવેલું લૉર્ડ્સનું મેદાન અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. આજે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મૅચમાં આ મેદાન લાલ રંગે રંગાઈને એક નવું ઉદાહરણ સમાજને આપવાનું છે.

આ પણ વાંચો : 24 વર્ષ બાદ કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ 

આજે આ મેદાન ફેફસાંના એક રેર કૅન્સરની જાગરૂકતા ફેલાવવા માટે લાલ રંગે રંગાશે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્કીપર ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસની પત્નીનું ૨૦૧૮માં ફેફસાંના એક રેર કૅન્સરને કારણે નિધન થયું હતું અને આ રોગ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા રુથ સ્ટ્રાઉસ ફાઉન્ડેશને આ લાલ રંગનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે. બન્ને ટીમના પ્લેયરો લાલ કૅપ પહેરેલા જોવા મ‍ળશે અને તેમની જર્સી પરનો નંબર પણ લાલ રંગમાં રંગાયેલો જોવા મળશે.

england australia cricket news sports news