જસપ્રીત બુમરાહનો મોટો ખુલાસો, જાણો કોના લીધે રમે છે ભારત માટે

22 February, 2020 08:19 PM IST  |  Mumbai Desk

જસપ્રીત બુમરાહનો મોટો ખુલાસો, જાણો કોના લીધે રમે છે ભારત માટે

જસપ્રીત બુમરાહને ક્રિકેટ જગતમાં કોઇ જ પરિચયની જરૂર નથી અને ટીમ ઇન્ડિયાની ફાસ્ટ બૉલિંગનો તે માસ્ટર છે. ક્રિકેટના કોઇપણ ફોરમેટમાં બુમરાહની બૉલિંગ જોવા જેવી હોય છે અને તેની સામે રમી શકવું દરેક બૅટ્સમેન માટે એક ચેતવણી છે જે અક રીતે સાચું છે અને બધાં એવું માને પણ છે. તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત પણ કરી છે અને આ વાત તો પોતાના ક્રિકેટ ચાહકો સામે શૅર કરી ચૂક્યો છે, પણ ટીમ ઇન્ડિયાનો ભાગ બનવામાં કોણે તેની માટે સૌથી મોટી ભૂમિકા ભજવી તેનો ખુલાસો તેણે અત્યારે કહ્યું છે.

જસપ્રીત બુમરાહે કહ્યું કે તે આજે ટીમ ઇન્ડિયા માટે રમી રહ્યો છે અને તેનું બધું જ શ્રેય જૉન રાઇટને જાય છે. તેણે કહ્યું કે તે જૉન રાઇટ હતા જેમણે તેની પ્રતિભા ઓળખીએ અને પછી તેને તૈયાર કરવામાં મદદ કરી. જણાવીએ કે જ્યારે જૉન રાઉટ મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયો ત્યારે તેમણે જ બુમરાહને મુંબઇની ટીમમાં સિલેક્ટ કર્યું હતું. જૉન રાઇટ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પણ રહી ચૂક્યા છે. મુંબઇ ટીમમાં જગ્યા મેળવ્યા બાદ બુમરાહે પોતાની શાનદાર બૉલિંગથી બધાંને પ્રભાવિત કર્યા અને પાછળ વળીને નથી જોયું.

ક્રિકબઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બુમરાહે કહ્યું કે, "જ્યારે હું 19 વર્ષનો હતો ત્યારે પોતાની રણજી ટીમ ગુજરાત તરફથી રમવા માટે મુંબઇમાં હતો. અહીં મુંબઇના કોચ જૉન રાઇટની નજર મારા પર પડી અને પછી તેમણે અમારી ટીમને કૅપ્ટન પાર્થિવ પટેલ સાથે મારા વિશે વાત કરી. તેમની પાસે કોઇના ટેલેન્ટને ઓળખવાની ક્ષમતા છે અને હું ખૂબ જ ભાગ્યશાળી હતો કે તેમણે મને તક આપી. તેના પચી તેમણે મારી ફિટનેસ અને બૉલિંગ પર ઘણી મહેનત કરી અને તેને કારણે હું ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી શક્યો."

આ પણ વાંચો : મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો

બુમરાહએ કહ્યું કે હું આજે પણ તેમના સંપર્કમાં છું અને તેમની પાસેથી સલાહ લેતો હોઉં છું. હું તેને હંમેશાં કહેતો હોઉં છું કે તેમના કારણે હું ભારત માટે રમી રહ્યો છું. જો કે રાઇટ કહે છે કે આમાં મારો કોઇ રોલ નથી અને તું પોતાની પ્રતિભા અને મહેનતના બળે અહીં છે. બુમરાહએ અત્યાર સુધી ભારત માટે 13 ટેસ્ટ, 64 વનડે મેચ અને 50 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.

jasprit bumrah cricket news sports news sports