વિરાટ કોહલીએ કર્યો એક ઇશારો અને ચાલું મેચમાં બદલાઇ ગયો બૅટિંગનો ક્રમ

07 December, 2019 01:26 PM IST  |  Mumbai Desk

વિરાટ કોહલીએ કર્યો એક ઇશારો અને ચાલું મેચમાં બદલાઇ ગયો બૅટિંગનો ક્રમ

ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે કૅપ્ટન વિરાટ કોહલીની બેટિંગને કારણે મહેમાન વેસ્ટઇંડિઝ વિરુદ્ધ ઐતિહાસિક જીત મેળવી છે. કૅપ્ટન કોહલીની 94 રનની તોફાની બેટિંગે ભારતને ટી20 ક્રિકેટની સૌથી મોટી જીત અપાવી. વિરાટે દર્શાવ્યું કે બેટિંગનો બૉસ છે. મેદાન પર બૉલિંગ તેની સામે નબળી પડે છે અને ટીમ ઇન્ડિયામાં ફક્ત તેની જ ચાલે છે.

વેસ્ટઇંડિઝે ભારત વિરુદ્ધ હૈદરાબાદ ટી20માં દમદાર બૅટિંગ કરતાં 5 વિકેટના લૉસ પર 207 રનનું મોટું સ્કોર બનાવ્યું. રોહિત શર્માને શરૂઆતમાં જ વિંડીઝા બૉલર્સે પાછા મોકલી દીધા અને એવું લાગ્યું કે ટીમ ઇન્ડિયા આ લક્ષ્ય સુધી પહોંચી શકશે નહીં. શાનદાર ફૉર્મમાં ચાલતા કેએલ રાહુલે બેટનો જોર બતાવ્યો અને પછી કૅપ્ટને એવી બૅટિંગ કરી જેથી ભારતને ટી20માં સૌથી મોટો સ્કોર કવર કરતાં જીત અપાવી.

કૅપ્ટન કોહલી જ છે અસલી બૉસ
મેદાન પર બૅટનો જોર બતાવવા માટે કોહલીનું ટીમ ઇન્ડિયામાં પણ પૂરું જોર ચાલે છે. શુક્રવારે થયેલી મેચ દરમિયાન જ આ જોવા મળી ગયું. ડગઆઉટમાં કોચ શાસ્ત્રી ભલે કેલાડીઓ સાથે બેઠા હતા પણ પ્લાનિંગ બૅટિંગ કરતો કોહલી જ કરી રહ્યો હતો. 12 ઓવર પછી વિરાટે મેદાનમાંથી ઇશારો કર્યો અને બૅટિંગના ક્રમમાં ફેરફાર થઈ ગયો.

વિરાટે બૅટિંગ કરતા જ બૅટિંગનો ક્રમ
ચોથા નંબરે શ્રેયસ અય્યરને બૅટિંગ કરવા આવવાનું હતું પૈડ પહેરીને તૈયાર હતો. મોટા લક્ષ્યને પામવા માટે ઝડપથી રન્સ બનાવવાની જરૂર હતી અને મેદાનમાંથી કોહલીએ રિષભ પંતને તૈયાર રહેવા ઇશારો કર્યો. કોચે પંતને જણાવ્યું અને તે તરત જ પવેલિયમાંથી ડગઆઉટમાં આવી ગયો. એટલું જ નહીં શ્રેયસ અય્યરના આઉચ થયા પછી મેદાન પર રવિન્દ્ર જાડેજાની જગ્યા શિવમ દુબે બૅટિંગ કરવા આવ્યા. એ પણ કૅપ્ટન કોહલીની જ પ્લાનિંગ હતી.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

રિષભ પંતે આવતાં જ લગાવ્યો છગ્ગો
કૅપ્ટનના બૅટિંગના ક્રમમાં ફેરફાર કર્યા પછી કેએલ રાહુલ જેવો આઉટ થયો તો રિષભ પંત મેદાનમાં આવ્યો. તેણે પહેલી બૉલનો સામનો કર્યો અને જબરજસ્ત છગ્ગો માર્યો. પંત 9 બૉલમાં 18 રન્સ કરીને આઉટ થયો.

virat kohli sports sports news cricket news