બૅટિંગ ફૉર્મ રિગેન કરવા બ્રેથવેટ ફિટનેસ પર કરી રહ્યો છે ફોકસ

15 August, 2019 01:29 PM IST  |  પોર્ટ ઑફ સ્પેન

બૅટિંગ ફૉર્મ રિગેન કરવા બ્રેથવેટ ફિટનેસ પર કરી રહ્યો છે ફોકસ

કાર્લોસ બ્રેથવેટે

વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટે કહ્યું કે તે બૅટિંગ ફૉર્મ પાછું મેળવવા ફિટનેસ અને વિચારોને રિગ્રુપ કરવાની કોશિશ કરી રહ્યો છે. હાલમાં ચાલી રહેલી ભારત સામેની લિમિટેડ ઓવરની સિરીઝમાં તે ૯, ૧૦ અને ૦ના સ્કોર સાથે નિષ્ફળ રહ્યો હતો.

તેણે મીડિયાને કહ્યું કે ‘મારા ખ્યાલથી મારે બૅટિંગમાં હિટિંગ અને સ્વિપિંગ સુધારવા મારા વિચારોને રિગ્રુપ કરવા પડશે. આ માટે હું કોચ અને સ્ટાફનાં સલાહ-સૂચનો લઈ રહ્યો છું. જે એક વાત મને સપોર્ટ કરી રહી છે તે મારી ફિટનેસ છે. હું છેલ્લા ૧૨થી ૧૪ મહિનાથી મારી ફિટનેસ પર કામ કરી રહ્યો છું. મારું માનવું છે કે હવે હું થોડો વધુ સ્ટૉન્ગ થયો છું.’

બ્રેથવેટની છેલ્લી યાદગાર ઇનિંગ વર્લ્ડ કપમાં જોવા મળી હતી. તેણે ન્યુ ઝીલૅન્ડ સામે ૮૨ બૉલમાં ૧૦૧ રન બનાવીને પોતાની ટીમને જીતની લગોલગ પહોંચાડી દીધી હતી. જોકે તે મૅચ-વિનિંગ સિક્સર ફટકારવાના ચક્કરમાં આઉટ થતાં તેની ટીમ મૅચ હારી ગઈ હતી.

આ પણ વાંચો : ફેરવેલ વન-ડેમાં ગેઇલે મચાવી ધમાલ

તેણે વધુમાં કહ્યું કે ‘ભારત સામેની સિરીઝ ઘરઆંગણે છે માટે અમે બૅટિંગ ઑર્ડરમાં થોડા ચૅન્જિસ કર્યા છે. ન્યુ ઝીલૅન્ડ સામેની એ ઇનિંગથી કંઈ પૉઝિટિવ લઈ શકાય તો એ મેં ઇનિંગને સ્ટ્રક્ચર્ડ કરી એ છે. એને કારણે મને છેલ્લે હિટિંગ કરવાનો મોકો મળ્યો.’
cricket news sports news india west indies