ફેરવેલ વન-ડેમાં ગેઇલે મચાવી ધમાલ

Published: Aug 15, 2019, 12:31 IST | પોર્ટ ઑફ સ્પેન

વરસાદ આવતાં પહેલાં તેણે ૪૧ બૉલમાં ૭૨ રન ઝૂડીને વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટને કરી અલવિદા : બન્ને ઓપનરોએ ૧૦ ઓવરમાં ફટકાર્યા ૧૧૫ રન

ક્રિસ ગેઈલ
ક્રિસ ગેઈલ

‘યુનિવર્સલ બૉસ’ નામથી પૉપ્યુલર ક્રિસ ગેઇલે વન-ડે કરીઅરની છેલ્લી મૅચમાં ૪૧ બૉલમાં ૮ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૭૨ રનની હિટિંગ કરીને તેના કરોડો ફૅન્સને ખુશ કરી દીધા હતા. વરસાદ આવતાં પહેલાં વેસ્ટ ઇન્ડીઝે ૨૨ ઓવરમાં ૭ના રન-રેટથી બે વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા.

ભારત સામે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મૅચમાં વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ લીધી હતી. બન્ને ઓપનરો ક્રિસ ગેઇલ અને એવિન લુઇસે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીની ખબર લઈ નાખી હતી. આ બન્ને બૅટ્સમેનોએ ૧૦ ઓવરમાં ૧૧૫ રન ઝૂડીને ૪૦૦ રનના ટોટલની આશા જન્માવી હતી.

ગેઇલે પાંચ સિક્સર ફટકારવાની સાથે એક કૅલેન્ડર વર્ષમાં હાઇએસ્ટ સિક્સરની લિસ્ટમાં બીજા સ્થાને સ્થિર થયો હતો. તેણે આ વર્ષે ૫૬ સિક્સરો ફટકારી છે. એક કૅલેન્ડર વર્ષમાં હાઇએસ્ટ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ એબી ડિવિલિયર્સના નામે છે. તેણે ૨૦૧૫માં ૫૮ સિક્સરો ફટકારી હતી.

ભુવનેશ્વરે પાંચ ઓવરમાં ૪૮ અને મોહમ્મદ શમીએ ૩ ઓવરમાં ૩૧ રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે એવિન લુઇસને અને ખલીલ એહમદે ગેઇલને આઉટ કરીને આતશબાજીનો અંત લાવ્યા હતા. શાઇ હોપ ૧૯ અને શિમરન હેટમાયર ૧૮ રન બનાવીને દાવમાં હતા.

આ પણ વાંચો : કાશ્મીરી યુવકે પાકિસ્તાનને ધુળ ચટાવી, બન્યો મેન ઓફ ધ મેચ

ક્રિકેટ જગતના યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલે ગઈ કાલે પોતાની છેલ્લી ઇન્ટરનૅશનલ વન-ડે મૅચમાં આઉટ થતાં ટીમ ઇન્ડિયા તેનું અભિવાદન કરવા પહોંચી ગઈ હતી અને વિરાટ કોહલીએ પોતાની આગવી સ્ટાઇલમાં તેને અભિનંદન આપ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK