ઉમેશના બાઉન્સર પર ઈજાગ્રસ્ત એલ્ગરનો સબસ્ટિટ્યુટ બન્યો બ્રુન

22 October, 2019 11:26 AM IST  |  રાંચી

ઉમેશના બાઉન્સર પર ઈજાગ્રસ્ત એલ્ગરનો સબસ્ટિટ્યુટ બન્યો બ્રુન

ઈજાગ્રસ્ત એલ્ગર

એશિઝ સિરીઝમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવન સ્મિથને ઇંગ્‍લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના બૉલ પર થયેલી ઈજાનો કિસ્સો હજી
માંડ થાળે પડ્યો હતો ત્યાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ફરી એક વાર એવી જ એક ઘટના બની હતી.

એશિઝમાં સ્મિથના સબસ્ટિટ્યુટ તરીકે માર્નસ લબુસેનને રમાડવામાં આવ્યો હતો એ જ પ્રમાણે આ ટેસ્ટ મૅચમાં સાઉથ આફ્રિકાના ઑપનિંગ બૅટ્સમૅન ડીન એલ્ગરના સ્થાને સબસ્ટિટ્યુટ તરીકે થિન્યુસ ડી બ્રુનને રમાડવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને મૉડલ નતાશા સ્તાંકોવિક વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

બીજી ઇનિંગની ૧૬મી ઓવરમાં ઉમેશ યાદવના બાઉન્સર પર એલ્ગર ઈજાગ્રસ્ત થયો હતો. બૉલ તેની હેલ્મેટને લાગ્યો એવો તે બેસી ગયો હતો અને વિરાટસેના તેની પાસે દોડતી પહોંચી ગઈ હતી. તપાસ કરતાં એલ્ગરને હૉસ્પિટલ લઈ જવાયો હતો અને તેના સ્થાને બૅટિંગ કરવા થિન્યુસ ડી બ્રુનને બોલાવવામાં આવ્યો હતો. એલ્ગર બીજી ઇનિંગમાં ૧૬ રન બનાવીને રિટાયર હર્ટ થયો હતો જ્યારે બ્રુન સેકન્ડ ઇનિંગમાં ૩૦ રન બનાવીને પિચ પર ટકેલો છે.

india south africa umesh yadav cricket news sports news