Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યા અને મૉડલ નતાશા સ્તાંકોવિક વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

હાર્દિક પંડ્યા અને મૉડલ નતાશા સ્તાંકોવિક વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

22 October, 2019 10:20 AM IST | મુંબઈ

હાર્દિક પંડ્યા અને મૉડલ નતાશા સ્તાંકોવિક વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

હાર્દિક પંડ્યા સાથે નતાશા સ્તાંકોવિક

હાર્દિક પંડ્યા સાથે નતાશા સ્તાંકોવિક


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાની લાઇફમાં મૉડલ નતાશા સ્તાંકોવિકની એન્ટ્રી થઈ હોવાની ચર્ચા છે. પોતાની અંગત જિંદગીના લીધે મોટા ભાગે તે ચર્ચામાં રહે છે. ઉર્વશી રાઉતેલાથી માંડીને એલી અવરામ અને ઇશા ગુપ્તા જેવી હીરોઇન સાથે તેનું નામ જોડાઈ ચૂક્યું છે. જોકે હવે તે મૉડલ નતાશા સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. હાર્દિક તેની સાથે ઘર વસાવવા વિશે વિચારી રહ્યો હોવાની વાત પણ બહાર આવી રહી છે. હાર્દિક પંડ્યા થોડા સમયથી અભિનેત્રી અને મૉડલ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે એટલું જ નહીં, થોડા દિવસો પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના પરિવારજનો સાથે નતાશાની મુલાકાત પણ કરાવી હતી. હાર્દિક અને નતાશાના સંબંધો પર હાર્દિક પંડ્યાના પરિવારજનોએ મોહર લગાવી દીધી હોવાની ચર્ચા છે. હાર્દિકનાં માતા-પિતાને નતાશ ખૂબ ગમી છે અને જો આ સમાચાર સાચા હોય તો ટૂંક સમયમાં નતાશાના ઘરે શરણાઈના સૂર ગુંજતા જોવા મળશે. તાજેતરમાં નતાશાએ હાર્દિકને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : ભારતે સાઉથ આફ્રિકાને ચટાડી ધૂળ, 3-0થી કર્યું ક્લીન સ્વીપ



નતાશાએ સોશ્યલ મીડિયા પર હાર્દિક વિશે વાત કરતાં લખ્યું હતું કે ‘મારા બેસ્ટ ફ્રેન્ડ... સૌથી મજબૂત અને સુંદર માણસ... આ વર્ષ રોલર કોસ્ટરની માફક રહ્યું છે. ઘણી બધી વસ્તુઓ તારી સાથે થઈ છે. ઘણી ખરાબ પણ થઈ જેણે તને મજબૂત બનાવ્યો છે. તમે બધા એક ઇસ્પિરેશન છો. તે જે પણ કર્યું છે, એના માટે મને તારા પર ગર્વ છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 10:20 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK