Ind vs WI:વિરાટ કોહલીએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

02 September, 2019 12:51 PM IST  |  નવી દિલ્હી

Ind vs WI:વિરાટ કોહલીએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઝીરો રન પર આઉટ થઈને વિરાટ કોહલીએ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ફૅબ ફોર એટલે કે હાલ ટેસ્ટ ક્રિકેટના ચાર સારામાં સારા બેટ્સમેન વિરાટ કોહલી, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ અને જો રૂટ સામેલ છે. આ તમામમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઝીરો પર આઉટ થનાર બેટ્સમેન વિરાટ કોહલી છે.

હાલ દુનિયાના સૌથી ચાર સારા બેટ્સમેનમાંના એક વિરાટ કોહલી પોતાના કરિયરમાં 9 વખત શૂન્ય પર આઉટ થઈ ચૂક્યા છે. આ પહેલા વિરાટ કોહલી અને કેન વિલિયમસન બરાબરી પર હતા. આ મેચ પહેલા વિરાટ કોહલી અને કેન વિલિયમસન ટેસ્ટમાં 8 વખત શૂન્ય રન પર આઉટ થઈ ચૂક્યા હતા. અને બંને સંયુક્ત રીતે પહેલા નંબરે હતા. હવે વિરાટે કેન વિલયમસનને પાછળ છોડી દીધા છે. આ બંને બેટ્સમેનમાં હવે સૌથી વધુ વખત ઝીરો રન પર આઉટ થનાર બેટ્સમેન કોહલી બની ચૂક્યા છે. વિરાટ કોહલી 9 વખત અને કેન આઠ વખત ટેસ્ટ ક્રિકેટમાં શૂન્ય રન પર આઉટ થઈ ચૂક્યા છે. ત્યારે જૉ રૂટ સાત વખત ઝીરોમાં આઉટ થઈ ચૂક્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથ સૌથી ઓછી વખત એટલે કે 4 વખત ટેસ્ટ ક્રિકેટમાં શૂન્ય રને આઉટ થઈ ચૂક્યા છે.

Duck Out In Test (Among Fab 4)

-Virat Kohli - 9*

-Kane Williamson - 8

-Joe Root - 7

-Steve Smith - 4

ચોથી વખત ટેસ્ટમાં ગોલડન ડક થયા કોહલી

ટેસ્ટ ક્રિકેટમાં આ ચોથી વખત છે, જ્યારે વિરાટ ગોલ્ડન ડક થયા છે. વિરાટ પહેલીવાર 2011-12માં ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા. બીજી વખત 2014માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્ઝમાં વિરાટ ઝીરોમાં આઉટ થયા હતા. ત્રીજી વખત વિરાટ 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલમાં ગોલ્ડન ડક થયા હતા. ચોથી વખત વિરાટ કોહલી કિંગ્સ્ટનમાં ઝીરો રને આઉટ થયા હતા.

Golden ducks for Virat Kohli in Tests

-vs Aus MCG 2011/12 (Ben Hilfenhaus)

-vs Eng Lord's 2014 (Liam Plunkett)

-vs Eng Oval 2018 (Stuart Broad)

-vs WI Kingston 2019 (Kemar Roach)

આ પણ વાંચોઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

79 ટેસ્ટમાં 9મી વાર ડક પર આઉટ થયા કોહલી

વિરાટ કોહલી પોતાની કરિયરમાં કુલ 79 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. જેમાં 8 વખત તે ડક પર આઉટ થયા છે. ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર 2011માં બ્રિજટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શૂન્ય રને આઉટ થયા હતા. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ ટેસ્ટની બે મેચની સિરીઝમાં કોહલીએ 9, 51, 76 અને 0 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં કોહલી પહેલા જ બોલે શૂન્ય રન પર આઉટ થયા હતા. કેમર રોચની બોલિંગમાં તે હેમિલ્ડનના હાથે કેચઆઉટ થયા હતા.

virat kohli west indies team india sports news cricket news