IPLના ચીન સાથેના કનેક્શનથી ફૅન્સ નારાજ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માગ

04 August, 2020 11:14 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

IPLના ચીન સાથેના કનેક્શનથી ફૅન્સ નારાજ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માગ

આઇપીએલ 2020

કોરોનાવાયરસ(Coronavirus)સંકટ દરમિયાન આઇપીએલ-2020 સપ્ટેમ્બરમાં થશે. ત્યારે ક્રિકેટના ચાહકો માટે તો આ સૌથી મોટા સમાચાર છે જ, પણ, BCCIએ ચાઇનીઝ કંપની સાથે કરાર તોડવાની ના પાડી દેતા ક્રિકેટના આ મિની કુંભને જોખમમાં મૂકી દીધું છે. વિભિન્ન સંગઠનોએ બૉર્ડના આ વર્તન પર નારાજગી વ્યક્ત કરી છે, તો હવે સોશિયલ મીડિયા પર પણ IPLના બહિષ્કારની માગ કરવામાં આવી રહી છે.

લદ્દાખ હિંસા બાદ ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કારનો અભિયાન ચાલી રહ્યો છે. સરકારે પણ ઘણી ચાઇનીઝ કંપનીઓ પર કાર્યવાહી કરી છે. એવામાં લોકોને આશા હતી કે BCCI દેશહિતમાં વીવો મોબાઇલ સાથે નાતો તોડી દેશે. જણાવવાનું કે ચાઇનીઝ વીવો કંપની આઇપીએલની ટાઇટલ સ્પૉન્સર છે. જો કે, બૉર્ડે દેશહિત કરતાં વધારે પૈસાને મહત્વ આપ્યું અને હવે પોતાના આ વર્તનને કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો હેશટૅગ Boycott IPL અભિયાન ચલાવી રહ્યા છે.

કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે આ સંબંધે ગૃહમંત્રી અમિત શાહ સાથે -સાથે વિદેશ મંત્રી એસ જયશંકરને પણ પત્ર લખ્યો છે. કન્ફેડરેશનનું કહેવું છે કે BCCIનું વીવો સાથે નાતો ન તોડવું દર્શાવે છે કે તેમની માટે પૈસા જ સર્વેસર્વા છે. નોંધનીય છે કે આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વર્ષે ટૂર્નામેન્ટ યૂએઇમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. દુબઈ, અબૂ ધાબી અને શાહજાહમાં બધી મેચ રમાશે.

કેમ ચાઈનીઝ કંપની સાથે નાતો તોડવો BCCIમાટે મુશ્કેલ?
2018 પછી બૉર્ડને મીડિયા રાઇટ્સથી લગભગ INR 3,300 કરોડ મળ્યા છે. તો, તેમણે પ્રયોજકો પાસેથી 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. Vivo દરવર્ષે ટાઇટલ સ્પૉન્સરશિપ માટે BCCIને 440 કરોડનું પેમેન્ટ કરે છે. જો કે, આ બધું BCCIના ખિસ્સે નથી જતું.

આ પણ વાંચો : કોરોનાને કારણે આઇપીએલનું આયોજન પડકારજનક : નેહરા

આઇપીએલના રાજસ્વનું અડધું ભાગ આઠ ફ્રેન્ચાઇઝીમાં વહેંચણી કરવામાં આવે છે. તેના પછી બીસીસીઆઇ પાસે આવક તરીકે લગભગ 2 હજાર કરોડ રૂપિયા બચે છે. એવામાં તેની માટે Vivoનો સાથે છોડી દેવું સહજ નથી. એમ કરીને તે ડાયરેક્ટ 440 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડશે. આમ તો વાત માત્ર 440 કરોડ રૂપિયાની નથી. જો બૉર્ડ ચાઇનીઝ કંપનીને પોતાનાથી અલગ કરે તો તેને કાયદાકીય મુશ્કેલીઓમાં મુંઝાવું પડી શકે છે. કારણકે 2018માં વીવોએ 2,199 કરોડની બોલી લગાડીને પાંચ વર્ષ સુધી આઇપીએલ ટાઇટલ સ્પૉન્સરશિપની ડીલ કરી છે. અને કહેવાતી રીતે એગ્ઝિટ ક્લૉઝ વીવોના પક્ષમાં છે.

sports sports news cricket news ipl 2020