IPL 2020: કોરોનાને કારણે આઇપીએલનું આયોજન પડકારજનક : નેહરા

Updated: Sep 17, 2020, 11:26 IST | IANS | New Delhi

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાનું કહેવું છે કે આ વર્ષે યુએઈમાં રમાનારી આઇપીએલનું આયોજન કોરોનાને લીધે જોઈએ એવું સરળ નહીં રહે.

આશિષ નેહરા
આશિષ નેહરા

 ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાનું કહેવું છે કે આ વર્ષે યુએઈમાં રમાનારી આઇપીએલનું આયોજન કોરોનાને લીધે જોઈએ એવું સરળ નહીં રહે. કોરોનાને લીધે આ વર્ષે ૧૯ સપ્ટેમ્બરથી આઇપીએલ શરૂ થવાની છે. જોફ્રા આર્ચર પર વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાં લાગેલા પ્રતિબંધનો દાખલો આપતાં નેહરાએ કહ્યું કે ‘આપણે જોફ્રા આર્ચરનો કિસ્સો જોયો અને આશા કરીએ કે એવો કિસ્સો ફરી પાછો ન બને. એ દ્વિપક્ષીય સિરીઝ હતી પછી એ સાઉધમ્પ્ટન હોય કે ઓલ્ડ ટ્રેફર્ડ. આ બન્ને ગ્રાઉન્ડ પર હોટેલ આવેલી છે એટલે બન્ને ટીમ ત્યાં સાથે રહી શકે, પણ આઇપીએલમાં કદાચ આ સંભવ નથી, માટે દરેક પ્લેયર બીસીસીઆઇ અને આઇપીએલને સપોર્ટ કરે. ખરું કહું તો આ આયોજન જોઈએ એવું સરળ નહીં રહે. એમાં ઘણી તકલીફ પડી શકે છે, કારણ કે આઠ ટીમને સાથે સંભાળવાની છે છતાં સારી વાત એ છે કે તમારે ફ્લાઇટની ઘડી-ઘડી જરૂર નહીં પડે અને બાય-રોડ બધી અવરજવર થઈ શકશે. મને આશા છે કે આ વખતની ટુર્નામેન્ટ ચોક્કસ સફળ થશે, બસ, આપણે આપણી રીતે ચોકસાઈ રાખવાની રહેશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK