કૅપ્ટનનો વિશ્વાસ સાર્થક કરવામાં આનંદ થયો : જાડેજા

25 August, 2019 11:02 AM IST  |  નૉર્થ સાઉન્ડ

કૅપ્ટનનો વિશ્વાસ સાર્થક કરવામાં આનંદ થયો : જાડેજા

રવીન્દ્ર જાડેજા

પહેલી ટેસ્ટના બીજા દિવસે કીમતી ફિફ્ટી ફટકારનાર રવીન્દ્ર જાડેજાને ખુશી છે કે તેણે કૅપ્ટન વિરાટ કોહલીનો વિશ્વાસ સાર્થક કર્યો હતો. જાડેજાએ ૧૧૨ બૉલમાં ૬ ફોર અને એક સિક્સરની મદદથી ૫૮ રન બનાવ્યા હતા. સુનીલ ગાવસકર અને સૌરવ ગાંગુલીએ રવીચન્દ્રન અશ્વિનને ડ્રૉપ કરીને જાડેજાના સિલેક્શન પર સવાલ ઉઠાવ્યો હતો. ૩૦ વર્ષના જાડેજાએ મીડિયાને કહ્યું હતું કે ‘મારા પર પર્ફોર્મ કરવાનું કોઈ પ્રેશર નહોતું. કૅપ્ટન જ્યારે પ્લેયરમાં ફેઇથ બતાવે ત્યારે તેમનો કૉન્ફિડન્સ વધે છે. મને પણ કૅપ્ટનનો વિશ્વાસ સાર્થક કરીને આનંદ થયો છે અને હું ભવિષ્યમાં પણ સારું પર્ફોર્મ કરતો રહીશ. હું જ્યારે બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે ફક્ત ઇશાન્ત, શમી અને બુમરાહ સાથે રમવાનું વિચારી રહ્યો હતો. હું મારી ગેમ પર ફોકસ કરી રહ્યો હતો, બહાર શું ચાલી રહ્યું છે, લોકો શું વિચારી રહ્યા છે એના પર નહોતો વિચારતો.

આ પણ વાંચો : ઇશાંતના તરખાટ સામે વિન્ડીઝનો ધબડકો, બુમરાહે 50 ટેસ્ટ વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો

હું ઇશાન્તને કહેતો હતો કે આપણા ડિફેન્સ અને ટેક્નિક બરાબર હશે તો આપણે લાંબા સમય સુધી ક્રીઝ પર ટકીશું. જસપ્રીત બુમરાહ પણ સારું રમ્યો. ઇશાન્તે બોલિંગ પણ સારી કરી. ખાસ કરીને ક્રેગ બ્રેથવેટ અને શિમરન હેટમાયરને કોટ ઍન્ડ બોલ્ડ કર્યા એ ખૂબ કીમતી વિકેટ હતી.’

ravindra jadeja cricket news sports news india west indies