IND VS NZ: ભારતે આ ખેલાડીથી રહેવું પડશે સાવધાન

22 January, 2019 05:06 PM IST  | 

IND VS NZ: ભારતે આ ખેલાડીથી રહેવું પડશે સાવધાન

રૉસ ટેલર ન્યૂઝીલેન્ડનો મજબૂત ખેલાડી

ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે અને તેને બુધવારે ન્યૂઝીલેન્ડની સામે 5 મેચની વન ડે સીરીઝ રમવાની છે. આ વખતે ભારતીય ટીમ માટે ન્યૂઝીલેન્ડનો અનુભવી ખેલાડી રૉસ ટેલર અવરોધરૂપ બની શકે છે.

ટેલરથી રહેવું પડશે સાવધાન

2015 વિશ્વ કપ પછીથી વિરાટ કોહલી પછી વનડેમાં સરેરાશ બીજા સ્થાને ટેલર જ જોવા મળે છે. તે છેલ્લી 12 મેચમાં ફક્ત બે વાર જ 50થી ઓછું રમીને આઉટ થયો છે. તે આ દરમિયાન 137, 90, 54, 86, 80, 181 રન્સની જોરદાર રમત રમ્યો હતો.

વિલિયમસનથી પણ આગળ છે ટેલર

ન્યૂઝીલેન્ડ અને ભારત જ્યારે છેલ્લે કીવીઓના ગઢમાં સામસામે હતા. ત્યારે કેપ્ટન કેન વિલિયમસને સતત પાંચ હાફ સેન્ચુરી ફટકારી હતી. આ જ ન્યૂઝીલેન્ડમાં ટોચના ક્રમાંકનો ખેલાડી હતો. ટેલરે વિલિયમસનને પાછલા વિશ્વકપથી જ પાછળ છોડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારથી ટેલર સરેરાશ 69.72 પર રહ્યો છે. આ સાથે જ ટેલરે ઘણી લાંબી પાર્ટનરશીપ પણ પોતાના સાથી બેટ્સમેનો સાથે નીભાવી છે. 2015 વિશ્વકપથી લઈને અત્યાર સુધી જેટલી પણ પાર્ટનરશીપ થઈ છે તેમાં સરેરાશ 15 માંથી કોહલી અને ટેલર પ્રમુખ સ્થાને નજરે પડે છે. ટેલરે આ દરમિયાન ટૉમ લાથન, વિલિયમસન અને માર્ટિન ગુપ્ટિલ જેવા મોટા ખેલાડીઓની સાથે પણ પાર્ટનરશીપ કરી. ખાસ તો લાથમની સાથેની તેની પાર્ટનરશીપથી ટીમને ઘણો લાભ થયો.

આ પણ વાંચો : ICC એવોર્ડ્સમાં વિરાટ કોહલીનો રાજ, ટેસ્ટ અને વનડેમાં ક્રિકેટર ઑફ ધ યર

આંખના ઑપરેશન પછી વધી રમતની ચમક

વર્ષ 2010માં ટેલરને ખબર પડી કે તેની ડાબી આંખમાં માંસ વધી રહ્યું છે, પણ 2015થી પહેલા સુધી તેણે આ બાબતે ખાસ ધ્યાન આપ્યું નહીં. ત્યાર પછી જ્યારે ડૉક્ટરે તેની આંખ જોઈ અને ટેલરે આઈ ડ્રોપ્સ નાંખ્યા. ત્યાર બાદ તેણે પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે 290 રન બનાવ્યા. આ મેચ રમ્યા પહેલા તે ઝીરો અને 26 રને આઉટ થયો હતો અને તેણે કહ્યું કે તે બોલ જોઈ શકતો નહોતો. કેટલાય વર્ષો સુધી આમ જ રહ્યા પછી આખરે 2016માં ટેલરે પોતાની આંખની સર્જરી કરાવી. ત્યાર પછી તેની વનડેની ફોર્મમાં જબરદસ્ત ઉછાળ આવ્યો. છેલ્લા બે વર્ષમાં તેના વનડે સરેરાશ 60.50 (2017) અને 91.28 (2018) છે.

new zealand india virat kohli