ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનાર નિયમને લઈને ICCએ કરી આ મોટી જાહેરાત

15 October, 2019 09:56 AM IST  |  દુબઈ

ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનાર નિયમને લઈને ICCએ કરી આ મોટી જાહેરાત

ICCએ નિયમમાં કર્યા ફેરફાર

ઈંગ્લેન્ડને 2019નો વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર નિયમમાં ICCએ  ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ફાઇનલ મુકાબલો ટાઈ થઈ ગયો હતો. જે બાદ કરાવવામાં આવેલી સુપર ઓવર પણ ટાઈ થયો હતો, પરંતુ બાઉન્ડ્રી કાઉન્ટના આધાર પર ન્યૂઝીલેન્ડની સામે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવા બાદ ઘણો વિવાદ થયો હતો. એવું નથી કે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમને આ નિયમ ખબર નહોતી. એટલે આ નિર્ણય પર સવાલો પણ ઉભા નથી થયા, પરંતુ નિયમ પર સવાલો ઉભા થઈ ગયા. એવામાં આઈસીસીએ સોમવારે સુપર ઓવરના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આઇસીસીએ તમામ મોટી ટૂર્નામેન્ટ માટે સુપર ઓવરના નિયમોમાં ફેરફાર છે.

આ છે મામલો
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલા ફાઈનલમાં બંને ટીમે 241 રન બનાવ્યા હતા જે બાદ સુપર ઓવર રમાડવામાં આવી. સુપર ઓવરમાં બંને ટીમોએ 15-15 રન બનાવ્યા અને મેચ ટાઈ રહ્યો. જે બાદ વધુ બાઉન્ડ્ર લગાવવાના કારણે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કર્યા. આ વિવાદિત નિયમના કારણે આઇસીસીને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.

નિયમ બદલવા બાદ આઈસીસીએ કહ્યું કે, આઈસીસી ક્રિકેટ સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીઓની ભલામણ બાદ આ સહમતિ બની કે સુપર ઓવરનો ઉપયોગ આઈસીસીના મેચમાં જારી રહેશે. તેને ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી ટૂર્નામેન્ટના પરિણામ સ્પષ્ટ રીતે ન આવે. આ મામલે આઈસીસી અને સીઈસી બંને સહમત હતા કે તમામ ફોર્મેટમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ જુઓઃ ગોર્જિયસ જિયા માણેકે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ, લાગી રહી છે બેહદ ખૂબસુરત

હવે આ છે સુપર ઓવરના નવા નિયમ
જો સેમીફાઈનલ અને ફાઈનલ મુકાબલામાં સુપર ઓપરમાં બંને ટીમો સરખા રન બનાવે છે. તો ફરીથી સુપર ઓવર થશે. સુપર ઓવર ત્યાં સુધી થશે જ્યાં સુધી કોઈ ટીમ વિજેતા ન બની જાય. ગ્રુપ લેવલ પર જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઈ રહી છે તો તેને ટાઈ માનવામાં આવશે.

england new zealand cricket news