લંડનનો મેયર બનવા ઈચ્છા છે આ ભારતીય મૂળનો ઈંગ્લેન્ડ ક્રિકેટર

13 September, 2019 02:31 PM IST  | 

લંડનનો મેયર બનવા ઈચ્છા છે આ ભારતીય મૂળનો ઈંગ્લેન્ડ ક્રિકેટર

ઇંગ્લેન્ડ ક્રિકેટના પુર્વ ક્રિકેટર કે જેણે હંમેશા ભારતીય ટીમ સામે તરખાટ મચાવ્યો છે એવા મોન્ટી માનેસર હવે ઇંગ્લેન્ડના રાજકારણમાં નવી ઇનીંગ શરૂ કરવા ઇચ્છી રહ્યો છે. મળતી માહિતી મુજબ મોન્ટી પાનેસર લંડનના મેયર બનવા ઈચ્છે છે. ભારતીય મૂળના મોન્ટી (મધુસૂદન સિંહ) પાનેસરે કહ્યું હતું કે, હાલના મેયર સાદિક ખાનનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. અને તે પોતે મેયર પકની રેસમાં ઉતરવા માગે છે.

પાનેસરે લવ સ્પોર્ટ્સ રેડિયો પર પુછ્યુ કે, હું લંડનમાં રહું છું અને મને લાગે છે કે મારી ઈચ્છા છે. જો હું ચૂંટણી લડુ તો શું તમે મને વોટ આપશો? ઉલ્લેખનીય છે કે લંડનના મેયર માટે 7 મે 2020માં ચૂંટણી થશે જે લંડન એસેમ્બલી ચૂંટણી સાથે થશે. હાલ લંડનમાં મેયર પદ પર લેબર પાર્ટીના સાદિક ખાન છે જે 2016માં જીત્યા હતાં.

એક તરફ મેયર બનવાની ઈચ્છા રાખતા મોન્ટી પાનેસર ફરી ક્રિકેટ રમવાની ઈચ્છા પણ રાખે છે. મોન્ટી પાનેસરે કહ્યું કે, હું ફરી ક્રિકેટના મેદાન પર ઉતરવા મારી ફિટનેસ પર કામ કરી રહ્યો છું. આ સીઝનમાં હું સખત મહેનત કરીશ. આશા છે કે ફર્સ્ટ ક્લાસ કાઉન્ટી ક્રિકેટમાં મને આ વખતે મોકો મળશે. હું લંડનમાં રહું છું અને ધીરે ધીરે રાજકારણમાં પ્રવેશ કરી શકું. મેયર બનવા માટે મારી પાસે મોકો છે.

આ પણ વાંચો: કુંબલે બાદ ગાંગુલી-ગંભીરે પણ ટેસ્ટમાં ઓપનિંગ માટે આ ખેલાડીની પસંદગી કરી હતી

મોન્ટી પાનેસર ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને 167 વિકેટ ઝડપી છે. 26 વન-ડેમાં 24 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય એક T-20 મેચ પણ રમી છે. 2006માં ભારત સામે મોન્ટી પાનેસરે ડેબ્યૂ કર્યું હતું. 2017માં મોન્ટી પાનેસર 30 વર્ષ પછી તેમના લુધિયાના કોચર માર્કેટમાં આવેલા તેમના ઘરની મુલાકાતે આવ્યા હતાં. 

cricket news sports news gujarati mid-day