ક્રિકેટરોને ઉપયોગી થશે નવી ટેક્નોલોજીથી સજ્જ Z Bat

09 November, 2019 01:24 PM IST  |  Mumbai

ક્રિકેટરોને ઉપયોગી થશે નવી ટેક્નોલોજીથી સજ્જ Z Bat

Z Bat થયા લૉન્ચ

ભારત જેવા દેશ જ્યાં ક્રિકેટ ધર્મ છે ત્યાં સ્પોર્ટ્સ્ સાયન્સ એટલું વિકસિત નથી. પરંતુ આ સ્થિતિ જલ્દી બદલાવા જઈ રહી છે કારણ કે ભારતની પહેલી સ્પોર્ટ્સ ટેક કંપની લઈને આવી છે ખાસ Z બેટ. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હંમેશા ભારે બેટનો ઉપયોગ કરતા હતા જેથી તેમને સારી રીતે સ્વિંગ કરી શકાય. જેમને જોઈને અન્ય ખેલાડીઓ પણ આવા ભારે બેટનો ઉપયોગ કરવા પ્રેરાયા હતા પરંતુ તેમને ક્રિકેટ સાયન્સનું વધારે જ્ઞાન ન હોવાથી તેનો સારી રીતે ઉપયોગ નહોતા કરી શકતા.

મુળ ગુજરાતી શોખીનોએ તૈયાર કર્યું ખાસ ક્રિકેટ બેટ
ક્રિકેટના શોખીન બે યુવાનો સમીર શાહ અને હર્ષલ શાહે આ ખાસ બેટ ડિઝાઈન કર્યું છે. તેમનો હેતુ ક્રિકેટના બેટનો જો હેતુ અને કાર્યશૈલી છે તેને બદલવાનો છે. ઝેટ બેટ ખાસ અલ્ગોરિધમથી બનાવવામાં આવ્યા છે. તેમાં સેન્સર બેઝ્ડ ટેક્નોલોજી છે. જે ખેલાડીઓને ઈજા ઘટાડવા અને ખેલને સુધારવામાં પણ ઉપયોગી થશે.

Z બેટના ફાઉન્ડર હર્ષલ શાહે શું કહ્યું
ઝેડ બેટના ફાઉન્ડર-ડિરેક્ટર હર્ષલ શાહે કહ્યું કે, અમે અભ્યાસ કર્યો હતો કે 8 થી 80 વર્ષની ઉંમરના 344 અલગ અલગ પ્રકારના બેટ્સમેન હોય શકે છે. જેના પરથી અમને આવા પ્રકારનું બેટ બનાવવાનો વિચાર આવ્યો.



મુંબઇના ઘણા ક્રિકેટરો પાસે સર્વે કર્યાવ્યા બાદ અમે સપાને સાકાર કર્યું : સમીર શાહ
સમીર શાહે આ ખાસ ટેક્નોલોજી વિશે વાત કરતા કહ્યું કે, અમે મુંબઈના ઘણા ક્રિકેટર્સ પાસે સર્વે કરાવ્યો અને તેમને અમારો વિચાર ઘણો સારો લાગ્યો અને અમે નક્કી કર્યું કે અમારે સપનાને સાકાર કરવું જોઈએ.

સપનાને સાકાર કરવા માટે સ્ટાર્ટ અપ કિંગ રામાચંદ્રનનો સાથ મળ્યો
સમીર અને હર્ષલને આ સપનું સાકાર કરવામાં સ્ટાર્ટ અપ કિંગ જી રામાચંદ્રનનો સાથે મળ્યો. પ્રોજેક્ટ વિશે વાત કરતા તેઓ કહે છે કે, "અલગ વસ્તુઓ મને હંમેશા આકર્ષે છે. મે જ્યારે હર્ષલ અને સમીરનો આઈડિયા સાંભળ્યો ત્યારે મને લાગ્યું કે જો આમને યોગ્ય દિશા અને બળ મળે તો તેઓ સારું કરી શકે છે. મારા અનુભવ અને તેમના જ્ઞાનનો સમન્વય કરવામાં આવ્યો છે અને મને ખાતરી છે કે તે સફળ થશે."

આ પણ જુઓઃ Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે ક્રિકેટર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ

શું છે Z બેટ?
હર્ષલ અને સમીર શાહની શાહ સ્પોર્ટસે આ ખાસ જેન્ડર ન્યૂટ્રલ ઝેટ બેટ બનાવ્યા છે. જેમાં શરીર અને બેલેન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. માત્ર 6 મહિનામાં આ કલ્પનાને આકાર આપવામાં આવ્યો હતો. ખાસ બેટ બનાવવાની સાથે તેમનું સમારકારમ પણ યોગ્ય રીતે થાય તે માટે તેમણે ખાસ સેન્ટર્સ પણ બનાવ્યા છે. હાલ તેમણે પરેલમાં એક બેટ ક્લિનિક ખોલ્યું છે અને ભવિષ્યમાં દેશભરમાં આવા ક્લિનિક ખોલવાની ઈચ્છા છે. આવતા વર્ષે તેઓ તેને વૈશ્વિક માર્કેટ સુધી લઈ જવા માંગે છે.

sports cricket news