હોલ્ડરની ગેરહાજરીમાં વિન્ડીઝ કરી શકશે ઇંગ્લૅન્ડનો બ્લૅકવૉશ?

09 February, 2019 10:34 AM IST  | 

હોલ્ડરની ગેરહાજરીમાં વિન્ડીઝ કરી શકશે ઇંગ્લૅન્ડનો બ્લૅકવૉશ?

જેસન હોલ્ડર

આજથી સેન્ટ લ્યુસિયાના ડૅરેન સૅમી નૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શરૂ થનારી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડ હરીફ કૅપ્ટન જેસન હોલ્ડરની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને ‘બ્લૅકવૉશ’થી બચવાનો પ્રયાસ કરશે. યજમાન વેસ્ટ ઇન્ડીઝની ટીમે સિરીઝની પહેલી બે ટેસ્ટ જીતીને સિરીઝ કબજે કરી લીધી છે. તેમણે બાર્બેડોઝમાં પહેલી ટેસ્ટ આશ્ચર્યજનક રીતે ૩૮૧ રનથી અને ઍન્ટિગામાં બીજી ટેસ્ટ ૧૦ વિકેટથી જીતી હતી. બરાબર ૩૩ વર્ષ પહેલાં ૧૯૮૬માં ડેવિડ ગોવરની ઇંગ્લૅન્ડની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે હારી હતી. એ ટૂરમાં પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમ ૧૪માંથી ૧૦ મૅચ હારી હતી જેમાં ટેસ્ટ-સિરીઝનો વાઇટવૉશ સામેલ છે.

આ પણ વાંચો : બે ભાઈઓ સાથે રમે તો ટીમને લાભ

ગયા નવેમ્બરમાં ઇંગ્લૅન્ડે શ્રીલંકાનો શ્રીલંકામાં ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો. સૌથી મહત્વની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડ પાસે ફક્ત બે ટેસ્ટ રમવાનો મોકો છે. ઇંગ્લૅન્ડની ટીમ ઍશિઝ પહેલાં આયરલૅન્ડ સામે એક ટેસ્ટ રમે એવી સંભાવના છે. નિયમિત કૅપ્ટન જેસન હોલ્ડર પર સ્લો ઓવર રેટને કારણે એક ટેસ્ટનો પ્રતિબંધ લાગ્યો છે. તેની ગેરહાજરીમાં ક્રેગ બ્રેથવેટ ટીમની કૅપ્ટન્સી સંભાળશે. પિચ બૅટિંગ માટે અનુકૂળ રહેશે અને પેસ બોલરને બાઉન્સનો લાભ મળે એવી શક્યતા છે. હોલ્ડરના સ્થાને ૨૦ વર્ષના પેસ બોલર કીમો પૉલને મોકો મળશે. જો યજમાન ટીમ વધુ બાઉન્સનો લાભ લેવા ઇચ્છતી હશે તો જમૈકાના ઓશેન થૉમસને ટેસ્ટ ડેબ્યુ કરવાનો ચાન્સ મળશે.

england cricket news sports news