ICC Test Rankings: વિરાટ ટેસ્ટમાં બેસ્ટ, આ ખેલાડીઓ પણ આગળ

05 December, 2019 11:28 AM IST  |  Mumbai Desk

ICC Test Rankings: વિરાટ ટેસ્ટમાં બેસ્ટ, આ ખેલાડીઓ પણ આગળ

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ફરીથી આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. પાકિસ્તાન વિરુદ્ધ ઑસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ખરાબ પ્રદર્શન કર્યું છે, જેના પછી તેની ટેસ્ટ રેન્કિંગના સ્થાન પરથી નીચે આવી ગયો છે, તો બીજી તરફ ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેથી તેને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં અનેક અંકોનું લાભ મળ્યું હતું.

માર્ચ 2018માં બૉલ ટેપરિંગ કર્યા પછી એક વર્ષનું બેન સહીને કમબૅક કરતાં સ્ટીવ સ્મિથે ઇન્ગ્લેન્ડ વિરુદ્ધ એશેઝ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, આના બળે તેણે પોતાની ટેસ્ટમાં નંબર વનનું સ્થાન પાછું મેળવી લીધું, પણ ફરી એકવાર વિરાટ કોહલીએ તેને પાછળ છોડી દીધા છે. આઇસીસી દ્વારા શૅર કરેલી લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી 928 આંકડાઓ સાથે પહેલા સ્થાને છે, જ્યારે સ્ટીવ સ્મિથ 923 આંકડાઓ સાથે બીજા સ્થાને પહોંચ્યો છે.

વૉર્નરે મારી લાંબી છલાંગ
પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડના મેદાન પર ડે-નાઇટ ટેસ્ટ મેચમાં નોટઆઉટ ત્રીજું શતક મારનાર ડેવિડ વૉર્નરને 12 અંકોનો ફાયદો થયો છે. ડેવિડ વૉર્નર લાંબી છલાંગ લગાવ્યા બાદ પાંચમાં સ્થાને પહોંચ્યો છે. તો બીજી તરફ ઇન્ગ્લેન્ડ ટીમના કેપ્ટન જે રૂટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજું શતક લગાવ્યા બાદ ટૉપ 10માં સામેલ થયો છે. જ્યાં રૂટે જમ્પ કરીને 7મું સ્થાન મેળવ્યું છે તો બીજી તરફ ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલ અને રોહિત શર્મા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ 10માંથી બહાર નીકળી ગયા છે.

આ સિવાય ઑસ્ટ્રેલિયન ટીમના નંબર ત્રણ બેટ્સમેન માર્નસ લાબુશાએ પાકિસ્તાન વિરુદ્ધ બન્ને મેચમાં શતક લગાવ્યા છે. આખરે મેચમાં શતક લગાવનારા લાબુશાએ આ ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ 10માં પહોંચી ગયો છે. લાબુશાએ ટેસ્ટ રેન્કિંગમાં 8મું સ્થાન મેળવ્યું છે. તો, આજિંક્ય રહાણે પાંચમાં પરથી છઠ્ઠા સ્થાને આવી ગયો છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

Latest ICC Test Rankings (Batsmen)

1) વિરાટ કોહલી (928)

2) સ્ટીવ સ્મિથ (923)

3) કેન વિલિયમસન (877)

4) ચેતેશ્વર પુજારા (791)

5) ડેવિડ વૉર્નર (764)

6) આજિંક્ય રહાણે (759)

7) જો રૂટ (752)

8) માનર્સ લાબુશાને (731)

9) હેનરી નિકોલસ (726)

10) દિમુથ કરુણારત્ને (723)

virat kohli cricket news sports news sports