ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડના બોલર ઍન્ડરસને 33 રનમાં લીધી 4 વિકેટ

25 January, 2019 10:39 AM IST  | 

ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડના બોલર ઍન્ડરસને 33 રનમાં લીધી 4 વિકેટ

વેધક પ્રદર્શન : ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝની વિકેટ લીધા બાદ જેમ્સ ઍન્ડરસન.

બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલમાં ગઈ કાલથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ-મૅચમાં વિકેટકીપર-બૅટ્સમૅન શાઇ હોપના ૫૪, રૉસ્ટન ચેસના 57 અને શિમરન હેટમાયરના નૉટઆઉટ 60 રનની મદદથી પહેલા દિવસના અંતે વેસ્ટ ઇન્ડીઝે 8 વિકેટે 264 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝની ટીમ હાલમાં ભારત પછી બંગલા દેશમાં ફક્ત ત્રીજા દિવસે ચારેય ટેસ્ટ હારી ગઈ હતી અને ઇંગ્લૅન્ડે શ્રીલંકાને શ્રીલંકામાં 3-0થી કચડી નાખ્યું હતું.

ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝે પહેલાં બૅટિંગ કરતાં 25 વર્ષના ડેબ્યુટન્ટ ઓપનર જૉન કૅમ્પબેલ અને ક્રેગ બ્રેથવેટે સારી શરૂઆત કરતાં પહેલી વિકેટ માટે 18.2 ઓવરમાં 53 રનની પાર્ટનરશિપ કરી હતી જેમાં 44 રન એકલા કૅમ્પબેલના હતા. ત્યાર બાદ બ્રેથવેટ અને હોપ વચ્ચે 28 ઓવરમાં 73 રનની પાર્ટનરશિપ થઈ હતી. બ્રેથવેટે 40 જ્યારે હોપે 57 રન બનાવ્યા હતા. શ્રીલંકામાં ફ્લૉપ રહેલા ઇંગ્લૅન્ડ વતી હાઇએસ્ટ વિકેટ લેનારા જેમ્સ ઍન્ડરસને હોપને આઉટ કરીને યજમાન ટીમની એકાગ્રતા ભંગ કરી હતી.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલનું સસ્પેન્શન કેન્સલ

હોપ સહિત શેન ડાઉરિચ (0), કૅપ્ટન જેસન હોલ્ડર (5) અને કીમાર રોચ (6) દિવસની છેલ્લી ૬ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. જેમ્સ ઍન્ડરસન 24 ઓવરમાં 33 રનમાં 4 વિકેટ, બેન સ્ટોક્સે 47 રનમાં 3 અને મોઇન અલીએ 59 રનમાં એક વિકેટ લીધી હતી.

england sports news cricket news