Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલનું સસ્પેન્શન કેન્સલ

હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલનું સસ્પેન્શન કેન્સલ

24 January, 2019 06:02 PM IST |

હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલનું સસ્પેન્શન કેન્સલ

હાર્દિક અને રાહુલની ટીમમા પરત

હાર્દિક અને રાહુલની ટીમમા પરત


ભારે વાદ વિવાદ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલનું સસ્પેન્શન રદ કરી દેવાયું છે. હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ ટૂર દરમિયાન જ ટીમ ઈન્ડિયા સાથે જોડાય તેવી શક્યતા છે. બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓનું સસ્પેશન રદ કરી દીધું છે.

ટેલિવિશન ચેટ શૉ કોફી વીથ કરણમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભારે હોહા મચી હતી. વિવાદ વકર્યા બાદ હાર્દિક પંડ્યાએ ટ્વિટ કરીને માફી માગી હતી. પરંતુ બીસીસીઆઈએ આ આખા મામલાની તપાસ ચાલે ત્યાં સુધી બંને ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.




શું હતો વિવાદ ?



એક શૉ દરમિયાન કરણ જોહરે બન્ને પ્લેયર્સે તેમની પર્સનલ લાઈફ વિશે વાતો શૅર કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓને લઈને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ જવાબોના કારણે વિવાદ સર્જાયો હતો. પંડ્યાના મહિલા વિરોધી નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થયો હતો. ટીકાઓ પછી BCCIની COAએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ પણ ફટકારી હતી. જેના પગલે બન્ને પ્લેયર્સે ફેન્સ સામે માફી પણ માંગી હતી. પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે હાર્દિક અને રાહુલને અશ્લીલ નિવેદન માટે બે મેચના પ્રતિબંધનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે અન્ય કોઈ નિર્ણય આવવા સુધી બન્ને પ્લેયર્સ સસ્પેન્ડ રાખવામાં આવ્યા હતાં.

હાલ આ બાબતે કોઈ નિર્ણય આવ્યો નથી પરંતુ બન્ને પ્લેયર્સ માટે સારા સમાચાર એ છે કે હાલ બન્ને ખેલાડીઓ પરથી BCCI દ્વારા બેન હટાવ્યું છે અને ન્યુઝીલેન્ડ સિરીઝમાં ભારતીય ટીમ સાથે જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2019 06:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK