ભારત સામે સિરીઝ-વિજય બહુ મોટી સિદ્ધિ: ઍલેક્સ કૅરી

14 February, 2019 06:52 PM IST  | 

ભારત સામે સિરીઝ-વિજય બહુ મોટી સિદ્ધિ: ઍલેક્સ કૅરી

કૅપ્ટન ઍલેક્સ કૅરી

ઑસ્ટ્રેલિયાના વાઇસ કૅપ્ટન ઍલેક્સ કૅરીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ટીમે છેલ્લા ૧૨ મહિનામાં જે રીતે સંઘર્ષ કર્યો છે એને જોતાં ભારત જેવી ટોચની ટીમ સામે સિરીઝ જીતવી ઘણી મોટી વાત હશે.’ ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પહેલી મૅચમાં ૩૪ રનથી વિજય મેળવીને ત્રણ મૅચોની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી હતી. બીજી વન-ડે આજે રમાશે. ઑસ્ટ્રેલિયાએ છેલ્લે જાન્યુઆરી ૨૦૧૭માં પાકિસ્તાન સામે ૪-૧થી સિરીઝ જીતી હતી. બૉલ સાથે ચેડાં કરવાના વિવાદ બાદ એ સમયના કૅપ્ટન સ્ટીવન સ્મિથ, વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટ પર પ્રતિબંધ મુકાયા બાદ ૨૦૧૮માં ટીમ ૧૮ વન-ડે પૈકી માત્ર બે જ જીતી શકી હતી. ટીમે ૨૦૧૯ની શરૂઆત જોકે જીત સાથે કરી હતી.

કૅરીએ કહ્યું હતું કે ‘આ સિરીઝમાં જીત ઘણી મોટી વાત હશે. ઘણા સમયથી આવું નથી થયું. હું ઑસ્ટ્રેલિયાને જીતતું જોવા માગું છું. વળી આ ટીમનો ભાગ હોવું અમારા માટે ઘણું મહત્વનું છે. અમે સતત સારું પ્રદર્શન કરતાં વલ્ર્ડ કપમાં જવા માગીએ છીએ.’

આ પણ વાંચો : નિયમિત રીતે ન રમવાથી લય પર વિપરીત અસર પડે છે : ભુવનેશ્વર

વિકેટકીપર-બૅટ્સમૅને કહ્યું હતું કે ‘ભારતની ટીમ ઘણી સારી છે એથી એ વાપસી કરવા માગશે. અમારી પાસે શાનદાર પ્રદર્શન કરવાની વધુ એક તક છે.’

australia india cricket news sports news indian womens cricket team