રાજસ્થાનના ૩૬ વર્ષના લેગ-સ્પિનર વિવેક યાદવ કોરોના સામેનો જંગ હાર્યા

07 May, 2021 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણજી ટ્રોફી ચૅમ્પિયન રાજસ્થાન ટીમના મેમ્બર અને લેગ સ્પિનર વિવેક યાદવ કોરોનાગ્રસ્ત થયા બાદ બુધવારે રાતે તેમનું નિધન થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

રણજી ટ્રોફી ચૅમ્પિયન રાજસ્થાન ટીમના મેમ્બર અને લેગ સ્પિનર વિવેક યાદવ કોરોનાગ્રસ્ત થયા બાદ બુધવારે રાતે તેમનું નિધન થયું હતું. તેઓ ૩૬ વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની અને પુત્રીનો સમાવેશ છે. યાદવે ૧૮ ફર્સ્ટ ક્લાસ મૅચમાં કુલ ૫૭ વિકેટ લીધી હતી અને ૨૦૧૦-’૧૧ની સીઝનમાં રાજસ્થાનને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેમની કૅન્સરની સારવાર ચાલી રહી હતી અને કીમો થેરપી માટે હૉસ્પિટલ ગયા હતા, જ્યાં તપાસ દરમ્યાન તેઓ કોરોના-પૉઝિટિવ જણાયા હતા.

cricket news sports news sports coronavirus covid19