✕

બીજી અનઑફિશિયલ ટેસ્ટ-મૅચ: ધ્રુવ જુરેલ ૯૯ રને અણનમ, મિડલ ઑર્ડરના ધબડકા બાદ ભારત Aનો સ્કોર ૨૯૧/૭

01 November, 2026 09:38 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ A સામે કૅપ્ટને એક છેડો સાચવી રાખ્યો : દેવદત્ત પડિક્કલના ૮૦ રન; ફ્રેઝર શીટની ૪ વિકેટ.

ધ્રુવ જુરેલના અણનમ ૯૯ અને દેવદત્ત પડિક્કલના આકર્ષક ૮૦ રનની મદદથી ભારત મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતું

કૅપ્ટન ધ્રુવ જુરેલે શાનદાર સંયમ દાખવીને ફટકારેલા અણનમ ૯૯ રનની મદદથી ભારતની A ટીમે ન્યુ ઝીલૅન્ડમાં હેગલી ઓવલ ખાતે શનિવારે શરૂ થયેલી બીજી અનઑફિશિયલ 
ટેસ્ટ-મૅચના પ્રથમ દિવસે મુશ્કેલીમાંથી બહાર આવીને ૭ વિકેટે ૨૯૧ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો છે.

ન્યુ ઝીલૅન્ડ Aના બોલર્સે ઉપરાઉપરી વિકેટો ઝડપીને દબાણ સર્જ્યા બાદ જુરેલની મક્કમ ઇનિંગ્સ અને દેવદત્ત પડિક્કલના આકર્ષક ૮૦ રનની મદદથી પ્રવાસી ભારતીય ટીમ મિડલ ઑર્ડરના મોટા ધબડકામાંથી બહાર નીકળી શકી હતી.યજમાન ટીમ તરફથી ફ્રેઝર શીટ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે ૧૯ ઓવરમાં ૫૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.

indian cricket team team india new zealand dhruv Jurel devdutt padikkal testing cricket news sports sports news christchurch