ઇંગ્લૅન્ડમાં નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હાર્ટ-અટૅકથી ખેલાડીનું થયું મોત

13 May, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના નૉટિંગહમશર તરફથી રમતા ક્રિકેટર જોશુઆ ડાઉનીનું અવસાન થયું છે. ૨૪ વર્ષની ઉંમરના આ ખેલાડીને નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યો હતો.

જોશુઆ ડાઉની

ઇંગ્લૅન્ડના નૉટિંગહમશર તરફથી રમતા ક્રિકેટર જોશુઆ ડાઉનીનું અવસાન થયું છે. ૨૪ વર્ષની ઉંમરના આ ખેલાડીને નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યો હતો. ત્યાં હાજર ખેલાડીઓએ ઍમ્બ્યુલન્સને બોલાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટનાથી તેનો પરિવાર અને સાથી ખેલાડીઓને ભારે આઘાત લાગ્યો છે. જોશુઆની મમ્મી હેલને કહ્યું હતું કે મારો દીકરી એક સારી વ્યક્તિ હતો. ત્યાં હાજર ખેલાડીઓના જણાવ્યા પ્રમાણે જોશુઆ પડ્યો અને બેહોશ થઈ ગયો તેમ જ ફરી હોશમાં ન આવ્યો. તેની મમ્મીએ વધુમાં કહ્યું હતું કે ‘આ વાત માનવા જેવી જ નથી લાગતી કે મારો દીકરો જતો રહ્યો છે. તે જુલાઈમાં ૨૫ વર્ષનો થવાનો હતો. તે પરિવાર, પ્રેમિકા અને પ્રાણીઓને ઘણો પ્રેમ કરતો હતો.’ જોશુઆ રમત ઉપરાંત ભણવામાં પણ હોશિયાર હતો. તે એક શિક્ષક પણ હતો. તાજેતરમાં જ તેણે લિવરપુલ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પણ મેળવી હતી.’ 

sports news sports england cricket news heart attack